Home /News /rajkot /Rajkot News: રાજકોટમાં આધેડને લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

Rajkot News: રાજકોટમાં આધેડને લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

Rajkot News: રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વ્યક્તિને લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જયેશ કોઠીયા નામના વ્યક્તિને લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ભક્તિનગર પોલીસને સોંપ્યા છે.

લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જો કર્યો


ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એસીપી ક્રાઈમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જયેશ ગોરધનભાઈ કોઠીયા નામની વ્યક્તિએ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. તે અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સોનલબેન ભંડેરી, જાનકીબેન ઉપરા તેમજ જીતુદાન ઉર્ફે ભૂરો ઉર્ફે જીતુ બાણીદાન જેસાણીની ધરપકડ કરી છે. તેમજ આ ગુનાના કામે ચિરાગ ઉર્ફે લાલા ભરવાડની ધરપકડ કરવાની બાકી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પકડેલા તમામ આરોપીઓને ગુનાના કામે વધુ તપાસ અર્થે ભક્તિનગર પોલીસને સોંપવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 55 હજાર મળી કુલ 1 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરાએ કમાલ કરી નાંખી, ‘ઘોડે પે ક્યૂં સવાર હૈ’નું મેલ વર્ઝન રજૂ કરી છવાયો

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે


ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં જાનકી કનકભાઈ ઉપરા વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં તેમજ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ જીતુદાન વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય મળી કુલ પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.  ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી એકલવાયું જીવન ગાળતા હોવાના કારણે પાંચ મહિના પૂર્વે તેનો સંપર્ક સોનલ ભંડેરી સાથે થયો હતો. સોનલ ભંડેરીએ સાથે વાતચીત થયા બાદ ફરિયાદીએ પુનઃ લગ્ન સંસાર માંડવાની વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીને પોતાની જાણમાં ફસાવી પૈસા કઢાવવા માટે એક કાવતરું રચ્યું હતું.’


અચાનક અમુક લોકો ઘરમાં ઘૂસી ગયા હતા


વધુમાં તેઓ જણાવે છે કે, ‘ચાર દિવસ પહેલાં જયેશ કોઠીયાને સોનલ ભંડેરીનો ફોન આવ્યો હતો કે, એક મહિલા છે કે જેને સાત વર્ષની પુત્રી છે. મહિલા પણ દુઃખી છે જો તમે બંને મળી જાઓ તો સુખી થશો. આમ કહી સોનલ જયેશને તે મહિલાને મળાવવા માટે રાત્રિના સમયે લઈ આવી હતી. સોનલ સાથે આવેલી મહિલાએ પોતાનું નામ જાનકી જણાવ્યું હતું. જયેશ, જાનકી અને સોનલ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તે સમયે બે જેટલા અજાણ્યા વ્યક્તિઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા.’

આ પણ વાંચોઃ કચ્છની ઐતિહાસિક વિરાસત ‘છતરડી’, જુઓ તસવીરો

ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા


ફરિયાદમાં તેઓ વધુમાં જણાવે છે કે, ‘તેમાંથી એક વ્યક્તિને સોનલે જીતુ કહીને બોલાવ્યો હતો. જયેશને ગાલના તથા માથાના ભાગે ફડાકા ઝીંકી દીધા હતા. આ સાથે જ જયેશ તેમજ જાનકીને સાથે બેસાડીને તેમના ફોટા પાડ્યા હતા. તેમજ જયેશ પાસે રહેલી કારની ચાવી ઝૂંટવીને જયેશને પકડી કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ જયેશના પર્સમાં રહેલા એટીએમ કાર્ડના માધ્યમથી એટીએમમાં જઈ બે કટકે 50000 રૂપિયા પણ ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ ઘરેથી બીજા 5000 પણ પડાવ્યા હતા. તો સાથે જણાવ્યું હતું કે, કાલ સુધીમાં ગમે તેમ કરીને 45,000ની વ્યવસ્થા કરી દેજે નહીંતર તારા ફોટા વાયરલ કરી નાખીશું.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन