Home /News /rajkot /રાજકોટમાં ત્રીજા નોરતે ધોધમાર વરસાદની આગાહી, છેલ્લા નોરતે પણ વરસાદ વિઘ્ન બનશે

રાજકોટમાં ત્રીજા નોરતે ધોધમાર વરસાદની આગાહી, છેલ્લા નોરતે પણ વરસાદ વિઘ્ન બનશે

રાજકોટમાં ત્રીજા નોરતે ધોધમાર વરસાદની આગાહી

Navratri 2022: રાજકોટમાં ત્રીજા નોરતે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, છેલ્લા નોરતે પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતાઓ, ગરબાના સમાપન સમયે પણ વરસાદ યથાવત રહી શકે છે.

  રાજકોટ: રાજ્યમાં અત્યારે લોકોમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં નવરાત્રીના ત્રીજા નોરતામાં વરસાદ થવાની આગાહી આપી છે.ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે બીજા નોરતામાં રાજકોટમાં ક્યાંય પણ વરસાદનો છાંટો પણ પડ્યો નહોતો. પરંતુ બફારાનું પ્રમાણ વધ્યું હતું અને ગરબાના સમાપન સમયે પણ વાતાવરણમાં ઠંડક જોવા મળી નહોતી. ત્યારે આજે વરસાદ થવાની ભાઈ ભારે ગાહી કરવામાં આવી છે. આજે રાતે 11 વાગ્યે ધોધમાર વરસાદ વરસી શકે છે, જે ગરબાના સમાપન સમયે પણ વરસાદ યથાવત રહી શકે છે. આથી ખેલૈયાઓમાં અત્યારથી જ ચિંતા પ્રસરી ગઈ છે.

  રાજકોટમાં સવારથી જ વાતાવરણ એકદમ ચોખ્યું જોવા મળ્યુ હતું. આકાશમાં ક્યાંય પણ વરસાદી વાદળો પણ જોવા નહોતા મળ્યા. જ્યારે વહેલી સવારે રાજકોટમાં ધુમ્મસનું થોડું પ્રમાણ જોવા મળ્યુ હતું. પણ તે આઠ વાગ્યા પછી એકદમ સાફ થઈ ગયું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવી શકે છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાંજ પડતા જ રાજકોટમાં બફારાનું પ્રમાણ જોવા મળશે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે.

  આ પણ વાંચો- છેડતી કરતા ટપોરીઓ ચેતી જજો! તમારી આસપાસ રમતી છોકરી શી-ટીમની મહિલા હોઈ શકે

  આગાહી પ્રમાણે રાજકોટમાં મોડી સાંજે જ વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણ વચ્ચે બફારાનું પ્રમાણ જોવા મળશે. જ્યારે રાત્રીના આઠ વાગ્યાના ગાળામાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. સ્વાભાવીક છે કે આ વરસાદથી બફારાના પ્રમાણમાં ધટાડો જોવા મળશે. પરંતુ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે.

  આ પણ વાંચો- આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ બનશે વિલન

  જ્યારે રાતના 10 વાગ્યા બાદ પવનની ગતિ ધીમી પડશે અને ગરમીનો પારો એક ડિગ્રી નીચો જશે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. પરંતુ રાતના 11 વાગ્યે ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે જે રાતના 12 વાગ્યા સુધી યથાવત રહી શકે છે. રાત્રીના 12 વાગ્યા પછી પણ ભારે વરસાદની આાગાહી કરવામાં આવી રહી છે. આથી ખેલૈયાઓને ગરબા રમી ઘરે જાય તેમાં મેઘરાજા બાધારૂપ બની શકે છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Navratri 2022, Rajkot city, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन