મળો કેન્સરને કેન્સલ કરનાર કુવાડવાની મહિલાને, જેને બહેનોને પગભર કરવા શરૂ કર્યો અન
આજે અમે કુવાડવાની એક એવી મહિલા સાથે મળાવવા જઈ રહ્યાં છીએ કે જેને કેન્સરને હરાવીને બહેનોને પગભગ કરવા માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં રહેલો ભય દૂર કરવા ગામડે ગામડે ફરી બહેનોને જાગૃત કરી રહ્યાં છે.
Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે નારી તુ નારાયણી,નારી દરેક કાર્યમાં આગળ હોય છે.વાત હોય ગૃહિણીની કે પછી વાત હોય ઘરની બહાર નીકળીને કામ કરવાની.દરેક કામમાં આજે મહિલાઓ અવ્વલ છે.દરેક પરિસ્થિતિ સામે જીતવાની અને દરેક મુશ્કેલ પરિસ્થિતિને હરાવીને આગળ વધવાની શક્તિ હોય છે.
ત્યારે આજે અમે કુવાડવાની એક એવી મહિલા સાથે મળાવવા જઈ રહ્યાં છીએ કે જેને કેન્સરને હરાવીને બહેનોને પગભગ કરવા માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં રહેલો ભય દૂર કરવા ગામડે ગામડે ફરી બહેનોને જાગૃત કરી રહ્યાં છે.
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલ કુવાડવા ગામમાં રહેતા દેવિકાબેન મહેતાના સંઘર્ષની કહાની જણાવીશું.દેવિકાબેનને એક વર્ષ પહેલા ત્રીજા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું બાયોપ્સી રિપોર્ટમાં 8 સેન્ટી મીટરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે પરિવારજનો ભાંગી પડ્યા હતા.પણ દેવિકાબેને હિંમત હારી ન હતી અને નક્કી કર્યું હતું કે આ રોગને નાબુત કરીને જ રહેશે. અને થયું પણ એવું.કહેવાય છે ને કે કોશિષ કરને વાલો કી હાર નહિ હોતી આ કહેવત મુજબ યોગ્ય સારવાર થકી દેવિકાબેને કેન્સરને પણ હરાવી જીવન રાબેતા મુજબ શરુ કરી દીધું છે.
દેવિકાબેનની કીમો થેરાપી ચાલતી હતી છતાં પોતાની કુવાડવામાં આવેલી શોપ ચાલુ રાખી હતી.હાલ તેઓ દેવીશક્તિ મહિલા મંડળ ચલાવે છે જેમાં ગામડાની બહેનોને નજીવા દરે બ્યુટી પાર્લરની તાલીમ આપે છે અને 35 દિવસની તાલીમ પૂર્ણ થયાં બાદ 10 હજારની બ્યુટી પાર્લરની કીટ પણ આપે છે જેથી કોઈ બહેન દીકરી પોતાના ઘરેથી પોતાનો વ્યવસાય શરુ કરી પગભર થઇ શકે.
દેવિકાબેનની દીકરી અમેરિકા સાસરે છે અને પુત્ર, પુત્રવધુ સહિતનો પરિવાર કુવાડવામાં રહે છે.હજુ દેવિકાબેન ગામડે ગામડે સરકારની સહાયથી મહિલાઓ જનરલ સ્ટોર બનાવી રોજગારી મેળવી શકે તેવો લક્ષ્યાંક રાખ્યો છે તેમણે કહ્યું હતું કે મારે પૈસાનું નહીં મારે રોજગારીનું દાન કરવું છે.
બ્રેસ્ટ કેન્સર વિશે માહિતગાર કરી કેન્સરનો ભય દૂર કરશે
કેન્સરને હરાવનાર દેવિકાબેન હવે તેના દેવિકા મહિલા મંડળ થકી દર પંદર દિવસે જુદા જુદા ગામડે જઈ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર વિષે જાગૃત કરવા ઝુંબેશ ઉઠાવવાના છે ગ્રામ્ય પંથકની મહિલાઓ કેન્સરનું નામ સાંભળીને ભાંગી જાય છે તેનો આત્મવિશ્વાસ મજબૂત કરી આ રોગ સામે દ્રઢ મનોબળ રાખી લડવાથી આ રોગને પણ હરાવી શકાય છે તેવું માર્ગદર્શન આપી કેન્સર પ્રત્યેની તેમની બીક દૂર કરવા પ્રયત્નો કરશે.