Home /News /rajkot /Rajkot: દરગાહે નમાજ અને દરરોજ ચાલીને મહાદેવના દર્શને જાય છે, કોણ છે આ અહેસાનભાઇ!

Rajkot: દરગાહે નમાજ અને દરરોજ ચાલીને મહાદેવના દર્શને જાય છે, કોણ છે આ અહેસાનભાઇ!

રાજકોટના અહેસાનભાઇની કહાની જાણવા જેવી છે

ધર્મના સીમાળા પાર કરતી આસ્થા.આ વાક્યને ખરા અર્થમાં સાર્થક કર્યું છે રાજકોટનાઅહેસાનભાઈએ.કે જેઓ દરરોજ 11 કિમી ચાલીને મહાદેવના મંદિરે જાય છે અને પુજા કરે છે.

    Mustufa Lakdawala,Rajkot : ધર્મના સીમાળા પાર કરતી આસ્થા.આ વાક્યને ખરા અર્થમાં સાર્થક કર્યું છે રાજકોટનાઅહેસાનભાઈએ.કે જેઓ દરરોજ 11 કિમી ચાલીને મહાદેવના મંદિરે જાય છે અને પુજા કરે છે. તેઓ નમાજ પઢવા પણ જાય છે. ધર્મે મુસ્લિમ હોવા છતાં કોમી એકતાની પ્રાર્થના સાથે અહેસાનભાઈ નિત્ય મહાદેવના શરણમાં જાય છે, તેઓ નાત-જાત અને ધર્મભુલીને બસ બીજાને મદદ કરે છે. 49 વર્ષીય અહેસાનભાઈ ચૌહાણ જાગનાથ પ્લોટમાં રહે છે. અને તેઓ લોકોની સેવા કરે છે. અહેસાનભાઈ છેલ્લા 31 વર્ષથીશ્રાવણ મહિનામાં એક ટાણા કરે છે.તેઓ તેના ઘરેથી ચાલીને ઈશ્વરીયા મહાદેવના રોજ દર્શન કરવા જાય છે.1 મહિનો સતત તેઓચાલીને જાય છે.તેમના ઘરેથી ઈશ્વરીયા મહાદેવના મંદિર સુધીનું અંતર 11 કિલોમીટર થાય છે.તેમને કહ્યું કે હું એક મુસ્લિમ છું. છતા પણ હું ક્યારેય નોન વેજ ખાતો નથી.હું માત્ર વેજીટેરીયન છું.


    તેઓ કોરીયોગ્રાફર છે.તેમને કહ્યું કે હું ડાન્સ થકી જે પણ કમાણી કરૂ છું તે હું મંદબુદ્ધી ભીક્ષુક, વૃદ્ધો અને અનાથ બાળકોનેશ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવની યાત્રા કરાવે છે. તેઓ કુલ 245 લોકોને આ યાત્રા કરાવે છે. જેમાં તેઓ 2 ટાઈમ જમવાનું, આઈસ્ક્રીમ અને તમામ ટીકીટનો ખર્ચ પણ તે પોતે ઉઠાવે છે.



    તેઓ દર શિવરાત્રીએ ઈશ્વરીયા મહાદેવના મંદિરમાં તેઓ મંદબુદ્ધી ભીક્ષુક, વૃદ્ધો અને અનાથ બાળકો માટે પ્રસાદનું આયોજન કરેછે. આ સાથે જ તેઓ શિયાળામાં બ્લેન્કેટનું પણ વિતરણ કરે છે. મોટી વાત એ છે કે એહસાન ભાઈનો જન્મદિવસ 16 નવેમ્બરનાઆવે છે. એટલે કે આજે તેમનો જન્મ દિવસ છે.



    તેઓ તેમના દર જન્મદિવસે કેક અને જમવાનું મંદબુદ્ધી ભીક્ષુક, વૃદ્ધો અને અનાથ બાળકો માટે કરે છે. આ સાથે જ તેઓસરબતનું વિતરણ કરે છે. તેઓ વિરપુર જલારામ જયંતીના દિવસે ચાલીને જનારા લોકોની સેવા કરે છે. આ સાથે જ તેઓરાજકોટની તમામ બેસ્ટ ગરબીને એવોર્ડ આપી સન્માન કરે છે.



    એહસાન ભાઈનું કહેવુ છે કે તેઓ બધુ કોમી એકતા માટે આ કરે છે. આ વાત ખરેખર ખુબ જ ગર્વની વાત છે કે અહેસાન ભાઈમુસ્લિમાન છે અને તેઓ હિન્દુ લોકોની સેવા કરે છે અને તેમને આર્થિક રીતે મદદ પણ કરે છે. જે આપણા માટે ખુબ મોટી વાતકહેવાય.
    First published:

    Tags: Hindu muslim, Local 18, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन