Home /News /rajkot /Rajkot: યુક્રેનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ ન મળતા મુકાયા મૂંઝવણમાં

Rajkot: યુક્રેનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ ન મળતા મુકાયા મૂંઝવણમાં

X
સરકાર

સરકાર પાસે દેશની મેડિકલ કોલેજોમાં એડમિશન આપવાની માંગ કરી

રશિયા અને યુક્રેનના (Russia Ukraine War) ચાલુ યુદ્ધમાં ભારત સરકારના ઓપરેશન ગંગા  હેઠળ દેશ પરત ફરેલા વિદ્યાર્થીઓની મોટી સમસ્યા એ છે કે તમામનો ઓનલાઈન થિયરી અભ્યાસ તો ચાલુ છે પણ ડોક્ટર બનવામાં સૌથી મહત્વના પ્રેક્ટિકલ શિક્ષણ  પર પૂર્ણ વિરામ લાગી ગયો છે.

વધુ જુઓ ...

Mustufa Lakdawala, Rajkot:રશિયા અને યુક્રેન(Russia-Ukraine) યુદ્ધને(War) ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. યુક્રેનની(Russia) હાલત ખંઢેર જેવી થઈ ગઈ છે. ચાલુ યુદ્ધમાં ભારત સરકારના(Government of India) ઓપરેશન ગંગા(Operation Ganga) હેઠળ દેશ(Country) પરત ફરેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ઓપરેશન હેઠળ રાજકોટ જિલ્લાના(Rajkot district) પણ 40થી વધુ MBBSના વિદ્યાર્થીઓ(More than 40 MBBS Students)પોતાના ઘરે આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓની મોટી સમસ્યા છે કે તમામનો ઓનલાઈન થિયરી(Online Theory) અભ્યાસ તો ચાલુ છે પણ ડોક્ટર બનવામાં સૌથી મહત્વનાપ્રેક્ટિકલ શિક્ષણ(Practical education) પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. આથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? તેવો સવાલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉઠી રહ્યો છે. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓની એક માગ છેકે, ભારત સરકાર દેશની મેડિકલ કોલેજોમાં એડમિશન અપાવી અમારૂ શિક્ષણ પૂરું કરાવે.


ભારતીય વિદ્યાર્થીઓના યુનિયને ટ્વીટ કરી સરકાર પાસે માગ કરી


ભારત સરકારે પરત આવેલા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કોલેજોમાં પ્રવેશ માટે વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. પણ હજી સુધી અંગે ભારત સરકારે પોતાનો કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓએ ટ્વીટ કરીને પણ મુદ્દે સરકારનું ધ્યાન દોર્યું છે. વિદ્યાર્થીઓનું એક યુનિયનઇન્ડિયન સ્ટુન્ડ્સ ઇન યુક્રેનનામના ટ્વિટર એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રપતિ ભવનને સંબોધી ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કેયુક્રેનમાં નોંધાયેલા ભારતીય તબીબી વિદ્યાર્થીઓ માટે એક વખતનો અપવાદ હોવો જોઈએ અને અમને ભારતીય મેડિકલ કોલેજોમાં અમારું શિક્ષણ પૂરું કરવાની છૂટ આપવી જોઈએ.’


MBBSની એક વર્ષની ફી 2 લાખ રૂપિયા


યુક્રેનમાં MBBSનો અભ્યાસ વર્ષનો હોય છે. જેમાં એક વર્ષની ફી 2 લાખ અને હોસ્ટેલ ફી 20 હજાર છે. આમ વર્ષની ફી અને હોસ્ટેલ ફી ગણીએ તો 15 લાખ જેવો ખર્ચ એક વિદ્યાથીનો થાય છે. રાજકોટના વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે અમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોતાના સંતાનોને યુક્રેન MBBS કરાવવા લોન પણ લીધી છે. હવે લોનના હપ્તા પણ ચડી રહ્યા છે. આથી વાલીઓમાં સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા સતાવી રહી છે. ભારત સરકાર યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક સ્તરે પ્રવેશ અંગે ઝડપથી નિર્ણય જાહેર કરે એવી માગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.


આ પણ વાંચો- ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયાની વન-ડે અને T-20 મહિલા ટીમમાં પસંદગી

સરકાર દેશની કોલેજોમાં એડમિશન આપે તો પ્રેક્ટિકલ અભ્યાસ મળે


ગોંડલમાં રહેતા એક વાલી શૈલેષભાઈ દાફડાએ જણાવ્યું હતું કે અમે બીજા વર્ષની યુનિવર્સિટીની ફી 2200 ડોલર ભરપાઇ કરી છે અને હોસ્ટેલ ફી 250 ડોલર ભરી છે. આજે છેલ્લા ત્રણ મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. પરીક્ષા પણ ઓનલાઈન આપવામાં આવી રહી છે. MBBSનો અભ્યાસ ઓનલાઈન કરવો શક્ય હોતો નથી, પરંતુ આજે યુદ્ધની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. MBBSમાં પ્રેક્ટિકલ અભ્યાસનું આગવું મહત્ત્વ છે. ત્યારે ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કોઈ નિર્ણય કરવામાં આવે એવી અમે માગ કરી રહ્યા છીએ. એમાં ભારત અથવા ભારતના આસપાસના દેશમાં પણ વિદ્યાર્થીઓના આગળ એડમિશન કરાવી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સારી રીતે પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે.


આ પણ વાંચો- ઓવૈસીની મહાસભા તો કરણી સેનાની મહારેલી યોજાશે

રેગ્યુલર શેડ્યૂલ મુજબ અભ્યાસની સાથે પરીક્ષા પણ લેવાઈ છે


શૈલેશભાઈની પુત્રી દેવાંશી દાફડાએ જણાવ્યું હતું કે જ્યારથી ભારત પરત આવ્યા ત્યારથી ઓનલાઈન અભ્યાસ ચાલુ છે. જે રીતે કોલેજમાં શિક્ષકો અભ્યાસ કરાવતા રીતે અત્યારે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ છે. રેગ્યુલર શેડ્યુલ મુજબ અભ્યાસની સાથે પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. જેમ જેમ જે વિષયનો અભ્યાસ પૂર્ણ થાય વિષયની પરીક્ષા પણ હાલમાં લેવામાં આવી રહી છે. મહિના બાદ અમારું બીજા વર્ષનું સેમેસ્ટર પૂર્ણ થશે. રેગ્યુલર અભ્યાસક્રમ અને ઓનલાઈન અભ્યાસક્રમ જરૂર અલગ જોવા મળે છે અને થોડી અગવડતા પણ પડી રહી છે. કોઈ પ્રેક્ટિકલ અભ્યાસ ઓનલાઈન ક્લાસની અંદર કરી શકાતો નથી.

First published:

Tags: Indian Students in Ukraine, Ukraine crisis

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો