રાજકોટ: વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બસપા સુપ્રિમો માયાવતી રાજકોટમાં આવી પહોચ્યાં હતાં. માયાવતીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. અને ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતાં.
માયાવતીએ ભાજપની સરકારને આડેહાથ લઈને નોટબંધી અને GST મુદ્દે પ્રહાર કર્યાં હતાં. સાથે જ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર બનતાં દલિતો પર અત્યાચારમાં વધારો થયો છે. લોકસભા સમયે ચૂંટણી ઢંઢેરામાં મોદીએ કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો જનતાને અચ્છ દિન દેખાડશે, જેમાં ગરીબી, રોજગારી અને વીજળી જેવા પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો. સાથે જ 100 દિવસમાં કાળું નાણું પાછુ લાવવાની વાત કરી હતી.
માયાવતી કહ્યું કે આ દુખદ ઘટના છે કે ભાજપ સરકારના વાયદાઓ ખોટા પડ્યાં, અંતમાં માયાવતીએ કહ્યું વાયદા પુર કરે તેમને મત આપવો, જો કે એમ પણ કહ્યું હતું કે એક માત્ર બસપા જ ચૂંટણી ઢંઢેરાના વાયદા પૂર્ણ કરે છે. મહત્વનું છે કે વરસાદી વાતાવરણ વચ્ચે માયાવતીની સભામાં 1000થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર