Home /News /rajkot /Rajkot: 'હા હું મતદાન કરીશ' સમુહલગ્નમાં આ કપલે બધાનું ધ્યાન ખેંચ્યું

Rajkot: 'હા હું મતદાન કરીશ' સમુહલગ્નમાં આ કપલે બધાનું ધ્યાન ખેંચ્યું

આ દંપત્તીઓ એ હાથમાં હા હું મતદાન કરીશ અને યશ આઈ વીલ વોટના બેનર હાથમાં રાખ્યા હતા અને લોકોને મતદાન કરવાનીઅપિલ કરી હતી.

આ દંપત્તીઓ એ હાથમાં હા હું મતદાન કરીશ અને યશ આઈ વીલ વોટના બેનર હાથમાં રાખ્યા હતા અને લોકોને મતદાન કરવાનીઅપિલ કરી હતી.

 • Hyperlocal
 • Last Updated :
 • Rajkot, India
  Mustufa Lakdawala,Rajkot : ચૂંટણીનો માહોલ રંગીલા રાજકોટમા બરાબર રીતે જામી ગયો છે.  હવે રસ્તા પર આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.ત્યારે લોકો પણ મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવી રહ્યાં છે. ત્યારે રાજકોટ વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાન જાગૃતિ અંગેની એક ઘટના સામે આવ છે. રાજકોટમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન 8 દંપતીઓએ મતદાન કરવાના શપથ લીધા છે.લગ્નનાઆયજકે પણ જણાવ્યું જેટલુ લગ્નમાં કન્યાદાનનું મહત્વ છે એટલું જ લોહીશાહીના પર્વમાં મતદાનનું મહત્વ છે.

  શહેરમાં નાગરિકો ચૂંટણી અવસરમાં મતદાન કરે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા જાગૃતિ પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે આ સમુહ લગ્નમાં8 દંપતીઓને મતદાન કરવાના શપથ લીધા છે. તમને જણાવી દયે કે આ સમુહ લગ્નનું આયોજન ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા કરવામાંઆવ્યું હતું.  આ દંપત્તીઓ એ હાથમાં હા હું મતદાન કરીશ અને યશ આઈ વીલ વોટના બેનર હાથમાં રાખ્યા હતા અને લોકોને મતદાન કરવાનીઅપિલ કરી હતી. જેથી લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મતદાનના દિવસે મતદાન કરવા માટે ચોક્કસથી જાય.


  મતદાન ક્યારે થશે

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 89 વિધાનસભા બેઠકો માટે પ્રથમતબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાવાની છે. બીજી તરફ, બાકીની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આચૂંટણીના પરિણામ ત્રણ દિવસ પછી 8મી ડિસેમ્બરે આવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે આ વખતેમુકાબલો ત્રિકોણીય બની ગયો છે. આ વખતે ભાજપે ભૂપેન્દ્ર પટેલના ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે AAPએ ઇસુદાનગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.

  First published:

  Tags: Youth Congress elections, ચૂંટણી, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन