Home /News /rajkot /ગોંડલ : શેવાળને કારણે ડેમ ઉપરનો રસ્તો જોખમી બન્યો, અનેક વાહન ચાલકો લપસ્યા
ગોંડલ : શેવાળને કારણે ડેમ ઉપરનો રસ્તો જોખમી બન્યો, અનેક વાહન ચાલકો લપસ્યા
અનેક વાહન ચાલકો લપસ્યા.
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલો આશાપુર ડેમ (Asharpur Dam) ખૂબ જોખમકારક બન્યો છે. એવું નથી કે ડેમને કોઈ નુકસાન થયું છે, પરંતુ આશાપુરા ડેમ પાસે વહેતા વહેણને કારણે વ્યાપક પ્રમાણમાં શેવાળ (Moss) જામી ગયો છે.
રાજકોટ : રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલો આશાપુર ડેમ (Asharpur Dam) ખૂબ જોખમકારક બન્યો છે. એવું નથી કે ડેમને કોઈ નુકસાન થયું છે, પરંતુ આશાપુરા ડેમ પાસે વહેતા વહેણને કારણે વ્યાપક પ્રમાણમાં શેવાળ (Moss) જામી ગયો છે. આ કારણે અહીં અનેક વાહન ચલાકો (Vehicle Rider) લપડી પડે છે. પુલ પર શેવાળ જામી જતાં અહીંથી વાહન ચાલકો જેવા પસાર થવા જાય છે કે લપસી (Slip)ને નીચે પડી જાય છે. આ અંગેના અનેક વીડિયો (Viral Video) સામે આવ્યા છે.
નીચે આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાહન ચાલકો કેવી રીતે નીચે ખાબકે છે. પુલ પરથી પાણી વહી રહ્યું હોવાથી લોકોને શેવાળ અંગે કોઈ અંદાજ આવતો નથી. આથી વાહન ચાલક જ્યારે પુલની વચ્ચે પહોંચે છે ત્યારે જ નીચે ખાબકે છે. આ બ્રીજ પર રેલિંગ હોવાથી વાહન ચાલકો સેતુબંધમાં નીચે પડવાનું સંભાવના ઓછી રહેલી છે.
લોકો પુલ પરથી એવી રીતે પડે છે કે કોઈનાં હાડકાં તૂટે તેવી શક્યતા રહેલી છે. નગરપાલિકા તંત્ર તરફથી આ જગ્યાએ સૂચના દર્શાવતું એક બોર્ડ મૂક્યું છે. જોકે, બોર્ડ છતાં અનેક વાહન ચાલકો અહીંથી પસાર થવાનો પ્રયાસ કરે છે અને નીચે ખાબકે છે. આ અંગેના અનેક વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાને રમૂજના બદલે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. લોકો આ પુલ પરથી પસાર ન થાય તે માટે ફક્ત બોર્ડ મૂકવાને બદલે અહીં સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.