Home /News /rajkot /Rajkot : 7 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું સ્વિમિંગ, આજે એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે ગુજરાતી માના પટેલ

Rajkot : 7 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું સ્વિમિંગ, આજે એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે ગુજરાતી માના પટેલ

માના પટેલે સાત વર્ષની ઉંમરથી જ સ્વીમિંગ શરૂ કર્યું હતું આજે અનેક મેડલ્સ પોતાના નામે કર્યા છે

36મી નેશનલ ગેમ્સમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે, તેમાં અગાઉના રાષ્ટ્રીય ખેલના રેકોર્ડ રોજ તૂટી રહ્યા છે અને નવા નેશનલ રેકોર્ડ બની રહ્યા છે.

    Mustufa Lakdawala,Rajkot : 36મી નેશનલ ગેમ્સમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે, તેમાં અગાઉના રાષ્ટ્રીય ખેલના રેકોર્ડ રોજ તૂટી રહ્યા છે અને નવા નેશનલ રેકોર્ડ બની રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ગુજરાતની સ્વિમર માના પટેલે પોતાનો જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. માના પટેલે આજે 200 મીટરબેક સ્ટ્રોક-મહિલાઓની સ્પર્ધા માત્ર 2 મિનિટ 19.74 સેકન્ડમાં પૂરી કરીને પોતાનો 2015ના વર્ષનો 2 મિનિટ 23.21 સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આજે અમે તમને માના પટેલ કોણ છે તેના વિશે જણાવીશું..


    માના પટેલનો જન્મ અમદાવાદમાં થયો


    માના પટેલનો જન્મ અમદાવાદમાં 18 માર્ચ 2000ના દિવસે રાજીવ પટેલ અને આનલ પટેલના ઘેર થયો હતો. માનાએ અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ખાતે કોમર્સનો અભ્યાસ કર્યો હતો અને GLSમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેના પ્રારંભિક તરણક્ષેત્રની શરુઆત ગુજરાત વિદ્યાપીઠના સ્વિમિંગ સેન્ટરમાંથી થઇ હતી અને તેના કોચ કમલેશ નાણાવટી હતાં. સ્વિમિંગમાં આગળ નીકળ્યા બાદ તેણે બેંગલુરુમાં ડોલ્ફિન એક્વેટિક્સમાં કોચ નિહાર અમીન હેઠળ તાલીમ લીધી હતી. જે બાદ 22 વર્ષીય માના પટેલ આંતરરાષ્ટ્રીય સ્તર પર પીટર કાર્સવેલ પાસે સઘન તાલીમ કરી રહી છે.



    માના કઈ રીતે સ્વિમર બની


    સ્વિમિંગ કારકિર્દી ગુજરાતમાંથી નીકળીને ભારતીય બેકસ્ટ્રોક તરવૈયા તરીકે જાણીતાં માના પટેલ જ્યારે સાત વર્ષની વયમાં તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદમાં 40મી જુનિયર નેશનલ એક્વાટીક્સ ચેમ્પિયનશીપમાં 200 મીટર બેકસ્ટ્રોકમાં 2:23.41 સેકન્ડનો સમય હાંસલ કર્યો હતો. ઓગસ્ટ 2009માં ટોક્યોમાં એશિયન ગ્રુપ ચેમ્પિયનશિપમાં શિખા ટંડન દ્વારા યોજાયેલ 2:26.41 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ માનાએ તોડ્યો હતો. માનાએ નેશનલ ગેમ્સમાં પણ 50 બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. માનાએ 60મી નેશનલ સ્કૂલ ગેમ્સ (2015)માં 100 મીટર બેકસ્ટ્રોકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને બેકસ્ટ્રોકમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.



    માના પટેલને મળેલા મેડલો


    માનાના મેડલ્સ માનાએ 72મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ-2018માં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. માનાએ બેંગ્લોરમાં યોજાયેલી 10મી એશિયન એજ-ગ્રુપ ચેમ્પિયનશિપ-2019માં મેડલ (1 સુવર્ણ, 4 સિલ્વર, 1 બ્રોન્ઝ) જીત્યા. ઓક્ટોબર 2021 સુધીમાં, તેણીએ 31 રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 32 આંતરરાષ્ટ્રીય, 99 રાષ્ટ્રીય મેડલ જીત્યા છે. બેક સ્ટ્રોક ઉપરાંત સ્વિમિગમાં માના પટેલની હથોટી ફ્રીસ્ટાઇલ, રીલે મેડલી અને રીલે ફ્રીસ્ટાઇલમાં પણ જોવા મળે છે. માના પટલે બધા વયજૂથમાં ફાસ્ટેસ્ટ ઇન્ડિયન બેકસ્ટ્રોકર કહેવાય છે.



    તો ભારતની પ્રથમ તરણખેલાડી તરીકે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટમાં પસંદગી પામી હતી. માના ટોક્યો ઓલિમ્પિક્સમાં પસંદગી પામનાર પ્રથમ મહિલા સ્વીમર બની હતી. માનાને ઓવરઓલ બેસ્ટ સ્વીમર એવોર્ડ ફોર નેશનલ મીટમાં પૂરા પાંચ વખત મળ્યો છે.

    First published:

    Tags: Mana patel

    विज्ञापन
    विज्ञापन