Home /News /rajkot /

રાજકોટ: પાડોશીએ કરી પાડોશીની હત્યા, વાંચો કઈ રીતે એક ડોરબેલ બની મૃત્યુનું કારણ!

રાજકોટ: પાડોશીએ કરી પાડોશીની હત્યા, વાંચો કઈ રીતે એક ડોરબેલ બની મૃત્યુનું કારણ!

આરોપી

Rajkot murder case: "કિરીટભાઈ અવારનવાર મારા ઘરે આવતા હતા. મારી સાથે ધાર્મિક પુસ્તક તેમજ સત્સંગની વાતો કરતા હતા. ઘણી વખત મને કિરીટભાઈની સત્સંગી વાતોથી કંટાળો પણ આવતો હતો."

રાજકોટ: રંગીલા રાજકોટ શહેર (Rajkot city murder case)માં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા કિરીટભાઈની હત્યા તેના જ પાડોશમાં રહેતા મોન્ટુ નામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે કરી છે. સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) હત્યાના આરોપી મોન્ટુની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં કિરીટભાઈની હત્યા મામલે ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. જે જાણીને આપ પણ ચોંકી જશો. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલો આરોપી પહેલા પણ હત્યા કેસમાં જેલની વા ખાઈ ચૂક્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાગેશ્વરમાં હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. પ્રારંભિક તબક્કામાં ગાંધીગ્રામ પોલીસે કિરીટ ભાઈને ગંભીર ઈજા પહોચવાના કારણે આરોપી મોન્ટુ વિરૂદ્ધ IPCની કલમ 307 તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન કિરીટભાઈનું મૃત્યુ થતા બનાવ હત્યાના પ્રયાસમાંથી હત્યામાં પલટાયો હતો.

સામાન્ય મામલો હત્યા સુધી પહોંચ્યો: આરોપી મોન્ટુએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે, તે અને મૃતક એકબીજાના પરિચિત હતા. કિરીટભાઈ અવારનવાર મારા ઘરે આવતા હતા. મારી સાથે ધાર્મિક પુસ્તક તેમજ સત્સંગની વાતો કરતા હતા. ઘણી વખત મને કિરીટભાઈની સત્સંગી વાતોથી કંટાળો પણ આવતો હતો."

આ પણ વાંચો: રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સાવધાન! 

આરોપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, "શનિવારના રોજ હું ગાઢ નિંદ્રામાં હતો ત્યારે કિરીટભાઈ મારા ઘરે આવ્યા હતાં. ઘરે આવ્યા બાદ તેઓ સતત ડોર બેલ વગાડતા હતા. જેના કારણે મારી ઊંઘમાં ખલેલ પહોંચી હતી. જેથી મને ગુસ્સો આવ્યો હતો. ત્યારબાદ મે પાવડાનો હાથો લઈ કિરીટભાઈ તરફ દોડી તેમને હાથો ફ્ટકાર્યો હતો. હાથો માથા અને હાથ પગના ભાગે મારતા તેમને ગંભીર ઈજા પણ પહોંચી હતી. જેના કારણે તેમને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું."

આ પણ વાંચો: ધોરણ-10ના તેજસ્વી તારલાઓ

આરોપી મોન્ટુ અગાઉ 2012માં પણ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું તેણે જણાવ્યું છે. તેમજ તે ગુના બદલ તે છ વર્ષ જેલમાં પણ રહ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી તે બહાર હોવાનું જણાવી રહ્યો છે. હાલ ઘણા સમયથી તે કોઈ કામ ધંધો ન કરતો હોવાનું જાણવા મળ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર