Home /News /rajkot /

રાજકોટ : ફ્લેટ બતાવવાનું કહીને યુવકે યુવતીને બે દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

રાજકોટ : ફ્લેટ બતાવવાનું કહીને યુવકે યુવતીને બે દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

પ્રતિકાત્મક તસવીર

યોગેશ નામના યુવકે બે દિવસ ઘરમાં ગોંઘી રાખીને દુષ્કર્મ આચર્યું છે.

    રાજકોટ : શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 28 વર્ષની યુવતીને ફ્લેટ ભાડે આપવાની લાલચ આપીને યોગેશ નામના યુવકે બે દિવસ ઘરમાં ગોંઘી રાખીને દુષ્કર્મ આચર્યું છે. શહેરનાં મનહર પ્લોટ -2નાં ફ્લેટમાં આ ઘટના ઘટી હતી. પીડિત યુવતીએ આ અંગેની ફરિયાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે પ્રિયા નામાની વિધવા મહિલાએ પોતાના મકાનમાં ભાડેથી રહેતી યુવતીને મનહર-પ્લોટ 2નાં પાવન એપાર્ટમેન્ટમાં રહેતા પોતાનાં બોયફ્રેન્ડ યોગેશ સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ યોગેશે ફ્લેટ બતાવવાની લાલચ આપીને એક ફ્લેટમાં બોલાવી હતી. તે ત્યાં પહોંચી ત્યારે તેને કંઇક સુંઘાડીને યોગેશે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી યોગેશનાં બાપુ નામના મિત્રએ પણ યુવતી સાથે બળજબરી કરી હતી. આ લોકોએ તેને બે દિવસ ફ્લેટમાં ગોંધી રાખીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

    આ પણ વાંચો : 'તારા વગર મારી જિંદગી અધૂરી,' રાજકોટમાં ધરાર પ્રેમીએ યુવતીને છરી મારી

    આ પીડિતા જે બાદ પોતાના વતન જઇ રહી હતી. તે દરમિયાન અમદાવાદમાં તેની તબિયત બગડતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ મણિનગર પોલીસની તપાસમાં આ યુવકીએ આખી વાત જણાવી હતી. યુવતીને પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં તે ભાડાનાં મકાનમાં રહેતી હતી. ત્યાની મકાન માલિકે તેના બોયફ્રેન્ડ યોગેશ અને અન્ય મિત્રએ બળાત્કાર ગુજાર્યાનું કહ્યું હતું. જેથઈ મણિનગર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધીને ફરિયાદ રાજકોટ પોલીસમાં મોકલી દીધી છે.

    આ પણ વાંચો : અમદાવાદ : લૂંટનાં કેસમાં ઝડપાયેલા સગીરનું પોલીસનાં મારથી મોત થયાનો પરિવાનો આક્ષેપ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Molest, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર