Home /News /rajkot /Rajkot: આ ભાઇને વિચિત્ર શોખ, ટ્રક નંબર અને ઘરનું નામ એક સરખું, હવે RTOમાં જમા કરાવી ગાડી, જાણો કેમ

Rajkot: આ ભાઇને વિચિત્ર શોખ, ટ્રક નંબર અને ઘરનું નામ એક સરખું, હવે RTOમાં જમા કરાવી ગાડી, જાણો કેમ

X
આ

આ ભાઈએ 15 વર્ષ જુની ગાડી RTOમાં જમા કરાવી

આ ગાડી અને તેના નંબર પસંદગીના છે પરંતુ 15 વર્ષ જુની ગાડી બીજા લોકોને નુકસાન કરે. જેથી લોકોને નુકસાન ન પહોંચે તે માટે આરટીઓમાં ગાડી જમા કરાવી છે.

    Mustufa Lakdawala,Rajkot : સતત વધતા પ્રદૂષણને કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 15 વર્ષથી વધુ જૂના વાહનો પરપ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. ભારતમાં નિયમો અનુસાર આવા જૂના વાહનોનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાતો નથી. જેથી સરકારે પણ 15 વર્ષ જુના વાહનો આરટીઓમાં જમા કરાવવા કહ્યું છે.ત્યારે રાજકોટમાં રહેતા રાજેશભાઈએ તેની 35 વર્ષજુની ગાડીને જમા કરાવી છે અને લોકોને પણ આમ કરવા અપિલ કરી છે.

    રાજેશભાઈ ગોવિંદભાઈ મયરે જણાવ્યું હતું કે મારી પાસે 1988નું મોડલ હતું.આ ગાડી 35 વર્ષ જુની થઈ ગઈ હતી. એટલે મેવિચાર્યુ કે સરકાર નિયમ પ્રમાણે જે 15 પછી જમા કરવી અને સરકારે પણ નિયમ બનાવ્યો છે કે 15 વર્ષ પછી ગાડી જમા કરાવે તોતેને જીએસટી જે લાગુ પડે તેમાંથી અઢી લાખ રૂપિયા તમને મળે.



    જેથી મે વિચાર કર્યો કે આ સમયની અંદર આ ગાડી જુની થઈ ગઈ છે. ટ્રાફિકમાં અડચણરૂપ થાય અને જુની ગાડી પ્રદુષણ વધારેકરે.લોકોને શ્વાસમાં પણ તકલીફ પડે.એટલે મે આ વિચારીને આરટીઓની અંદર આ ગાડી મે જમા કરી.પણ હવે આ સરકારનેમારી નમ્ર વિનંતી છે કે આ 15 વર્ષ પછી આ કોઈ જુની ગાડી જમા કરાવે અને તેમાંથી તેને જે અઢી લાખ રૂપિયા મળે તે આપે કે જેજીએસટી બાદ મળે તે આપે.જેથી જેની પાસે જુની ગાડી છે તે સરકારમાં જમા કરાવી દે.



    આ સાથે જ તેમને લોકોને પણ વિનંતી કરતા જણાવ્યું હતું કે જેની પાસે 15 વર્ષ જુની ગાડી છે તેઓ જેમ બને તેમ જમા કરાવીદે.જેથી તેને સર્ટી મળે.અને પોતાનું નામ પોતાની પાસે જ રહે.મારા ઘરનું નામ વૃંદાવન હતું. પણ હવે મે મારા ઘરનું નામ GQY 4618.કારણ કે ઘણા ભગવાનના નામ રાખે ઘણા છોકરાવના નામ રાખે પણ મે મકાનની ઉપર GQY 4618 છે. જેનો મને વિચારઆવ્યો હતો.



    કારણ કે 15 વર્ષ જુની ગાડી બીજા લોકોને નુકસાન કરે.જેથી લોકોને નુકસાન ન પહોંચે તે માટે મે આરટીઓમાં ગાડી જમા કરાવીછે. મે આ ગાડી થકી 35 વર્ષ ધંધો કર્યો છે. જેનાથી મે ઘણી પ્રગતિ પણ કરી છે. આ ગાડીએ ક્યારેય અમને હેરાન કર્યાનથી.ગાડી નથી રહી અમારી પાસે એટલે અમને દુખ જેવુ છે પણ અમે સરકારના નિયમને ફોલો કરીને આ બધુ કર્યું છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, આરટીઓ, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन