Home /News /rajkot /

રાજકોટ: જાહેરમાં યુવાનને માર મારવો પડ્યો ભારે, પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા 

રાજકોટ: જાહેરમાં યુવાનને માર મારવો પડ્યો ભારે, પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા 

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી.

Rajkot viral video: સમગ્ર મામલે હાલ માલવીયાનગર પોલીસે સાગર જીતેન્દ્રભાઈ ડોડીયા, અભિષેક હરેશભાઈ હરણેશા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા સોશિયલ મીડિયામાં એક અન્ય શખ્સો માર મારી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે વીડિયો વાયરલ થતા ગણતરીની જ કલાકોમાં માલવીયાનગર પોલીસ (Malviya Nagar police) દ્વારા ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે કે બે જેટલા આરોપીઓની શોધખોળ હજુ શરૂ છે.

News18 ગુજરાતી સાથેની વાતચીતમાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણે જણાવવ્યું તું કે, "વાયરલ વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત વીડિયોમાં દેખાતા શખ્શોને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે ગત 20 જુલાઈના રોજ સવારના 11:00 વાગ્યે તેઓ અંકુર નગર મેઈન રોડ પર એકઠા થયા હતા. જ્યાં જાહેરમાં ધોકા વડે એકબીજા સાથે ઝઘડો કરી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ તે વિડિયો Instagram પર પણ મૂક્યો હતો. તે બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો."

સમગ્ર મામલે હાલ માલવીયાનગર પોલીસે સાગર જીતેન્દ્રભાઈ ડોડીયા, અભિષેક હરેશભાઈ હરણેશા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે કે સાહિલ ગોહિલ તેમજ હિતેશ બોરીચા નામના શખ્સને ઝડપી પાડવાનો બાકી છે.

આ પણ વાંચો: સુરતમાં બસ સ્ટેન્ડ પર ઊભેલી બસ ભડભડી સળગી ઉઠી, જુઓ વીડિયો  

શું હતું વાયરલ થયેલ વીડિયોમાં?


વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિએ અન્ય શખ્સને તેના કોલરથી પકડી રાખ્યો છે. જ્યારે કે અન્ય બે યુવાનો દ્વારા ધોકા વડે પકડી રાખવામાં આવેલા યુવાને માર મારવામાં આવી રહ્યો છે. કુલ 25 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલાની જાણ પોલીસને પણ થઈ હતી. ત્યારે વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસે તપાસ કરી હાલ આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. સમગ્ર મામલા સાથે જોડાયેલા અન્ય બે આરોપીઓ ક્યારે ઝડપાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.


ગુજરાતના અન્ય અપડેટ્સ:


ઉકાઇ ડેમમાંથી તાપીનાં નદીએ લીધું રૌદ્ર સ્વરૂપ


રાજ્યમાં આ મોસમમાં સાર્વત્રિક (Gujarat rain) વરસાદ વરસી રહ્યો છે. જ્યારે થોડા દિવસથી વરસાદે થોડી રાહત આપી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને (rain forecast) કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ (rain red alert in Gujarat) આપવામાં આવ્યું છે. તો આ સાથે ઉકાઇ ડેમમાં (Ukai dam) પણ પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. હાલ ઉકાઇ ડેમમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. આ સાથે ડેમના 13 દરવાજા 10 ફુટ સુધી ખોલી 1,99,307 ક્યુસેક પાણી તાપી નદીમાં (tapi river) છોડાઇ રહ્યું છે. જેના કારણે તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને કાંઠા વિસ્તારનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

જૂનાગઢ: રોપવેની ટિકિટના દરમાં થયો ઘટાડો


જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર અંબાજી (Ambaji) સુધી હાલ રોપવે સેવા (Ropeway service) ચાલી રહી છે. તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર (GST rates) કર્યો છે. નવા ફેરફાર 18મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપવેની ટિકિટ (Ropeway ticket) પર 18 ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો 12 ટકાન ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ઇ-લોકાર્પણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવે મારફતે અંબાજી મંદિર જઈને પૂજા કરી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन