રાજકોટ પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાઓ, યુવાનને માર મારતાં હોઈ તે પ્રકારની રીલ બનાવી
રાજકોટ પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાઓ, યુવાનને માર મારતાં હોઈ તે પ્રકારની રીલ બનાવી
આ વીડિયોમાં એક ટુ-વ્હીલરમાં ત્રણ જેટલા શખ્સો જ્યારે કે બે ટુ વ્હીલરમાં બે-બે શખ્સો બેઠેલા દેખાઈ રહ્યા છે.
બે જેટલા શખ્સો દ્વારા એક યુવાનને માર મારવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ વીડિયોમાં સાંકળી લેવામાં આવ્યા છે. ત્યારે વાયરલ વીડિયો મામલે પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
રાજકોટ શહેર (Rajkot City News)માં સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો હાલમાં વાઇરલ (Viral Video) થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક શખ્સને બે જેટલા શખ્સો માર મારી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વાયરલ વીડિયો (Rajkot Viral Vide)માં પોલીસે (Rajkot Police) પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થઈ રહ્યા હોય તેમ એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં બે જેટલા શખ્સો ન્યારી ડેમના પાણીમાં થાર કાર ચલાવી રહ્યા હોય. તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે કે બે આરોપીની શોધખોળ હજુ પણ શરૂ છે. ત્યારે બે દિવસ પૂર્વે રાજકોટ શહેરમાં જાણીતા ગાયક કલાકાર શેખરદાન ગઢવીનો પણ એક વીડિયો વાયરલ થયો છે. વાયડલ થયેલા વીડિયોમાં શેખરદાન ગઢવી જીપના બોનેટ પર સૂતા-સૂતા જીપ ચાલક સાથે વાત કરી રહ્યો હોય. તે પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે.
ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 25 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ જેટલા વાહનમાં સવાર વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે.
આ વીડિયોમાં એક ટુ-વ્હીલરમાં ત્રણ જેટલા શખ્સો જ્યારે કે બે ટુ વ્હીલરમાં બે-બે શખ્સો બેઠેલા દેખાઈ રહ્યા છે. ટ્રાફિક નિયમ અનુસાર, એક ટુ વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિઓ બેસી નથી શકતા. ત્યારે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાફિક નિયમનનો ઉલાળીયો કરવામાં આવ્યો છે. તો સાથે જ બે જેટલા શખ્સો દ્વારા એક યુવાનને માર મારવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ વીડિયોમાં સાંકળી લેવામાં આવ્યા છે. ત્યારે વાયરલ વીડિયો મામલે પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર