Home /News /rajkot /‘લોભીનું ધન ધુતારા ખાય’ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો, તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું
‘લોભીનું ધન ધુતારા ખાય’ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો, તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું
રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો
Fake Dental Doctor:રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવનારો દાંતનો ડોક્ટર બની ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જગનસિંહ ખીચીની ધરપકડ કરી લીધી છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવનારો દાંતનો ડોક્ટર બની ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જગનસિંહ ખીચીની ધરપકડ કરી લીધી છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શામજીભાઈ જીવાભાઇ રાઠોડ નામના વ્યક્તિએ જગ્ગન સિંગ પરસોતમ સિંગ ખીંચી વિરુદ્ધ આઈપીસીની કલમ 336, 419 તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ 1963 ની કલમ 30 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ
ઉલ્લ્ખનીય છે કે, ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘હું નવા થોરાળા શેરી નંબર 3મા રહું છું. તેમજ છેલ્લા 30 વર્ષથી ખીજડા વાળી શેરીની બાજુમાં સરલ ફેક્ટરી ખાતે મજૂરી કામ કરું છું. સંતાનમાં મારે બે દીકરાને બે દીકરીઓ છે. જેમાં દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે મારા બાકીના બે દીકરાઓ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ગત 20 મી ડિસેમ્બર ના રોજ હું 80 ફૂટ રોડ ઉપર આવેલા ચાવડાની દુકાન પાસે ઉભો હતો. ત્યારે એક ભાઈ જે મારી સાથે ચા પીવા આવતા હતા તેમની સાથે મેં વાતચીત કરી હતી કે મારે જમણા જડબામના નીચેના દાંત પડી ગયા છે તેથી મારે નવું ચોખઠું બેસાડવું છે. ’
વધુમાં જણાવ્યું કે, ‘મારી સાથે વાત કરનાર ભાઈએ કહ્યું હતું કે, કેનાલ રોડ પર આવેલ ફુટ પાડી ઉપર નાગરિક બેંક સામે પદ્મકુવરબા હોસ્પિટલની દિવાલની બાજુમાં મેં અગાઉ ચોખઠું ફીટ કરાવ્યું હતું. તેનું કામ સારું છે. જેથી ગત 20મી ડિસેમ્બરના રોજ બપોરના એક વાગ્યા આસપાસ મારી ધર્મપત્ની જશુબેન રાઠોડ સાથે ત્યાં ગયો હતો. ત્યાં જગનસિંગ ખીચીએ અમને જણાવ્યું હતું કે, હું તમારા દાંત ફિટ કરી દઈશ. અમે ઘણા માણસોના દાંત તેમજ ચોખઠા તેમજ સડેલા દાંત કાઢી નવા ફીટ કરી આપ્યા છે. જગનસિંગ ખીચીએ મારા નીચેના ઝાડબાનું માપ લઈ લીધું હતું. તેમજ રોકડા 3300 લઈ મને જણાવ્યું હતું કે તમે પાંચ દિવસ પછી આવજો હું તમારા ચોખઠા ફીટ કરી આપીશ. ’
તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું
ફરિયાદ પ્રમાણે આરોપીએ કહ્યું કે, ‘26 તારીખના રોજ મારા ચોખઠા ફિટ કરી આપવામાં આવતા મને દુખાવો થવા લાગ્યો હતો. તેમજ જે જગ્યાએ ચોખઠા ફીટ કરવામાં આવ્યા હતા તે જગ્યાએ મને ચાંદા પણ પડી ગયા હતા. જેના કારણે હું 27મી તારીખના રોજ ફરી પાછો જગનસિંગ ખીચી પાસે ગયો હતો અને મને પડી રહેલી તકલીફ વિશે મેં તેને જણાવ્યું હતું. ત્યારે તેણે મને કહ્યું હતું કે દાંત તેમજ ચોખઠા બરાબર છે. તમને બરાબર થતાં દસ દિવસ જેટલો સમય લાગશે. જે દરમિયાન અમે બીજા ડોક્ટરને ત્યાં ગયેલા અને તેને મને જણાવ્યું કે, ચોખઠા ફીટ કરવાના કારણે તમને દુખાવો થયો છે તેમજ ચાંદા પડ્યા છે.’
ઉલ્લેખનીય છે કે, કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર જગનસિંગ ખીચી નામઠા વગરનું દવાખાનુ ચલાવે છે. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરે છે. જગનસિંગ ખીચી લોકોના દાંત ફીટીંગ તેમજ તાળા ચાવીનું કામ પણ કરે છે. મળતી માહિતી મુજબ ફરિયાદીના પત્ની રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમજ જાણવા મળતી વિગતો અનુસાર અન્ય ડેન્ટિસ્ટની હોસ્પિટલમાં ખર્ચ વધુ થતો હોવાના કારણે ઓછા પૈસામાં પોતાનું કામ નીકળી જશે તે માટે ફરિયાદી અને તેના પરિવારજનોએ જગનસિંગ ખીચી પાસે ચોખઠા તેમજ દાંત ફીટ કરાવવાનું નક્કી કર્યું હતું.’