Home /News /rajkot /Rajkot Artist: દિવ્યાંગ બાળકનું કલાકાર બનવાનું સપનું પુરૂ કરશે લકી ફાઉન્ડેશન, જુઓ વીડિયો

Rajkot Artist: દિવ્યાંગ બાળકનું કલાકાર બનવાનું સપનું પુરૂ કરશે લકી ફાઉન્ડેશન, જુઓ વીડિયો

X
બાળકનું

બાળકનું સપનું પુરુ કરશે આ સંસ્થા

આ બાળક જોઈ શકતો નથી પણ તેના સપના મોટા છે અને તેને તે કોઈ પણ સંજોગોમાં પુરા કરવા માંગે છે.

Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.જો તમારૂ મન મક્કમ હોય તો તમે ગમે તે પરિસ્થિતિમાં તમે તમારી મંજિલ મેળવી શકો છો.  આવુ જ કંઈક રાજકોટના દિવ્યાંગ કિશોર સાબિત કરી રહ્યો છે. આ કિશોર જોઈ શકતો નથી પણ તેના સપના મોટા છે અને તેને તે કોઈ પણ સંજોગોમાં પુરા કરવા માંગે છે.

આ કિશોરનું નામ ભવિષ્ય છે. જે જન્મથી જ અંધ છે. આ દિવ્યાંગનું કહેવુ છે કે જ્યારે તે નાનો હતો ત્યારથી તેને આ સમસ્યા છે. તેમને ડોક્ટરને પણ દેખાડ્યું હતું.ત્યારે ડોક્ટરે તેને કહ્યું હતું કે તારી આંખમાં સમસ્યા નથી પણ નસમાં સમસ્યા છે જેના લીધે તે જોઈ શકતો નથી.



આ કિશોર ભલે આજે દિવ્યાંગ હોય પણ તેને ગાવાનો અને તબલા વગાડવાનો ખુબ જ શોખ છે.  તે ભજન ખુબ જ સારી રીતે ગાય છે.  તેની પાસે તબલા નથી તો તે ઘરમાં જે ડબરા હોય તે વગાડીને ભજન ગાય છે અને એ પણ ખુબ જ સારી રીતે.ત્યારે આ બાળકની મદદ માટે લકી ફાઉન્ડેશન આગળ આવ્યું છે. લકી ફાઉન્ડેશને આ કિશોરની તમામ જવાબદારી લીધી છે.  તેઓએ ભવિષ્યને તબલા અને ગાયન માટે ક્લાસીસ પણ રખાવી દીધા છે.  આ સાથે જ તેને લઈ આવવા અને લઈ જવા માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

આ સાથે જ ભવિષ્યની આંખની તપાસ પણ રાજકોટના મોટા ડોક્ટર પાસે કરાવવામાં આવશે. અને ડોક્ટર જે પ્રકારની સારવાર કરાવવાનું કહેશે તે પ્રમાણેની તમામ સારવારનો ખર્ચ લકી ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે.આમ આ બાળકનો તમામ ખર્ચ લકી ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે.
First published:

Tags: Artist, Local 18, રાજકોટ