Home /News /rajkot /રાજકોટ: પ્રેમમાં ઘર છોડનાર યુવતીની દર્દનાક કહાની, 'પ્રેમીએ જેઠ સાથે પત્ની તરીકે રહેવા મજબુર કરી, બંને ભાઇઓએ ગુંદુ કામ કર્યું'

રાજકોટ: પ્રેમમાં ઘર છોડનાર યુવતીની દર્દનાક કહાની, 'પ્રેમીએ જેઠ સાથે પત્ની તરીકે રહેવા મજબુર કરી, બંને ભાઇઓએ ગુંદુ કામ કર્યું'

પ્રતિકાત્મક તસવીર

ફળીયાના યુવાન સાથે પ્રેમસંબંધ હોઇ અને પોતાની બહેન સાથે ઘરમાં ચડભડ થતાં ઘરે રહેવું ન હોઇ પ્રેમીને ફોન કરી તેડી જવા કહેતાં તે તેણીને ભગાડીને રાજકોટ રૈયાધારમાં લાવ્યો હતો

રાજકોટ : શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમીએ પ્રેમિકાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ તો બાંધ્યો, સાથે પોતાના ભાઈ સાથે પણ તેને ગંદુ કામ કરવા મજબુર કરતા પ્રેમ સંબંધને લાંછન લગાડવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે એકને ઝડપી પાડી બીજેને પકડવા પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, દાહોદ પંથકના ગામમાં રહેતી એક યુવતિને નજીકના ખરેડી ગામતળ ફળીયાના યુવાન સાથે પ્રેમસંબંધ હોઇ અને પોતાની બહેન સાથે ઘરમાં ચડભડ થતાં ઘરે રહેવું ન હોઇ પ્રેમીને ફોન કરી તેડી જવા કહેતાં તે તેણીને ભગાડીને રાજકોટ રૈયાધારમાં લાવ્યો હતો અને ફઇના મકાનમાં રાખી હતી. અહિ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ યુવતિને પોતાના મોટા ભાઇના હવાલે કરી દઇ 'હું મારા પિતાની દવાના પૈસાની વ્યવસ્થા ન કરું ત્યાં સુધી તારે મારા ભાઇ સાથે પત્નિ તરીકે રહેવું પડશે' તેમ કહી ધમકી આપતાં અને પ્રેમીના ભાઇએ પણ બળજબરી આચરતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એક આરોપીને સકંજામાં લીધો છે. પોલીસે આ બનાવમાં ભોગ બનનાર દાહોદ પંથકના ગામની યુવતિની ફરિયાદ પરથી મુળ દાહોદના ખેરડી ગામના અને હાલ રૈયાધાર પર ભાડાના મકાનમાં રહેતાં બે સાગ ભાઇઓ રોહિત મુકેશભાઇ ડામોર તથા રાહુલ મુકેશભાઇ ડામોર સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોરાજકોટ: જોન્ટીના કૂટણખાના પર રેડ, 60 વર્ષના વૃદ્ધ પણ રૂમમાં રંગરલીયા કરતા ઝડપાતા પોલીસ પણ ચોંકી

ફરિયાદી યુવતિએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે, હું બાર ધોરણ સુધી ભણી છું. મારે અમારા ગામથી નજીકના દાહોદના ખરેડી ગામના રોહિત સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોઇ અવાર-નવાર અમે મળતાં હતાં. માતા-પિતા અમને ભાઇ-ભાંડરડાને મુકીને મજૂરીએ જતાં હતાં. હું ઘરે હતી અને માતા-પિતા બહારગામ મજૂરીએ ગયા હોઇ મારી બહેન સાથે બોલાચાલી થતાં મારે ઘરે રહેવું ન હોઇ પ્રેમી રોહિત ડામોરને ફોન કરી બોલાવ્યો હતો અને તેની સાથે જવાનું કહેતાં તે તેનુ બાઇક લઇને આવ્યો હતો. એ પછી હું અને રોહિત સાંજે ચારેક વાગ્યે ખરેડી ગામે ગયા હતાં. ત્યાંથી રાતે હું, રોહિત, રોહિતનો ભાઇ રાહુલ એમ ત્રણેય બાઇક પર રાજકોટ મજુરીએ આવાવ નીકળ્યા હતાં. મેં ત્યારે તેને બાઇક બાબતે પુછતાં તેણે બાઇક પોતાના પિતાનું હોવાનું કહ્યું હતું. બાઇક રોહિત ચલાવતો હતો. હું વચ્ચે અને રાહુલ પાછળ બેઠો હતો. હાઇવે પરથી અમે રાજકોટ પહોંચ્યા હતાં અને હોટેલમાં ચા-પાણી પીવા રોકાયા હતાં. બીજા દિવસે રાજકોટ પહોંચી રૈયાધાર રોહિતના ઘરે રોકાયા હતાં. ત્યાંથી કડીયા કામની મજૂરીએ જતાં હતાં. એકાદ મહિનો મને રોહિતે પત્નિ તરીકે સારી રીતે રાખી હતી. બીજા મહિને રોહિતે મારી સાથે સામાન્ય ઝઘડો થતાં મને તેના ભાઇ રાહુલ ડામોરને સોંપી દીધી હતી. રાહુલ મારો જેઠ થતો હોઇ મેં તેની સાથે રહેવાની ના પાડતાં રોહિતે કહેલ કે, મારી પાસે મારા પિતાને આપવા માટે દવાના રૂપિયાની સગવડતા નહિ થાય ત્યાં સુધી તારે રાહુલ સાથે પત્નિ તરીકે રહેવું પડશે. મેં ના પાડવા છતાં રાતે રાહુલ ડામોર મારી સાથે શારીરિક સંબંધ બાંધવા આવ્યો હતો. મેં તેને કહેલ કે તમે મારા જેઠ થાવ છો, પરંતુ છતાં તેણે બળજબરી કરી દૂષ્કર્મ આચર્યુ હતું.

આ પણ વાંચો - આ પણ વાંચો - રાજકોટ : 'મામા પ્રેમિકાના ભાઈને Loveની ખબર પડી ગઈ, 3 લાખ માંગે છે', યુવાનનો આપઘાત

આ રીતે એકાદ મહિના સુધી રોહિત અને રાહુલે તેના ફોઇના ભાડાના મકાનમાં મારી સાથે અવાર-નવાર બળજબરીથી દૂષ્કર્મ આચર્યુ હતું. મને આ બાબત પસંદ ન હોઇ મેં રોહિત અને રાહુલને મારા ઘરે લઇ જવાનું કહેતાં મને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ એવી ધમકી પણ આપેલી કે જો તું અમારી જાણ બહાર રાજકોટથી નીકળી ગઇ તો તારા પરિવારને પણ મારી નાંખશું. મને બળજબરીથી રોકી રાખી હતી. એ પછી ૧૪/૧/૨૧ના રોજ રાહુલ મને ખરેડી ગામે લઇ જતાં મારા પરિવારજનોને જાણ થઇ જતાં ગામના આગેવાનોની હાજરીમાં મને લઇ ગયા હતાં. મેં પરિવારજનોને રોહિત અને રાહુલે બળજબરી આચર્યાની અને ધમકી દીધાની વાત કરતાં અંતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
First published:

Tags: Love affair, Police complaint, યુવતી