Home /News /rajkot /Video: હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટના, ટોરાટોરા રાઇડમાંથી યુવક નીચે પટકાયો

Video: હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટના, ટોરાટોરા રાઇડમાંથી યુવક નીચે પટકાયો

ચાલુ રાઇડમાંથી યુવક પટકાયો

Rajkot Lok Melo: આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનું આયોજન થયુ છે. આ દરમિયાન એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. યુવક નીચે પટકાયો હોવાનું ધ્યાનમાં આવી જતાં સંચાલકે રાઇડ બંધ કરી દીધી અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.

વધુ જુઓ ...
  રાજકોટ: બે દિવસ પહેલા ગોંડલના લોકમેળામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વ્યક્તિ રાઇડમાંથી નીચે પટકાયો હતો. વ્યક્તિ આશરે 30 ફૂટ ઊંચાઈથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. હવે રાજકોટના લોકોમેળા (Rajkot Lok Melo)માં દુર્ઘટના ઘટી છે. જેમાં એક યુવક ટોરાટોરા રાઇડ (Tora Tora ride)માંથી નીચે પટકાયો છે. ટોરાટોરા અથવા બ્રેક ડાન્સ રાઇડમાંથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ ત્યાં લાગેલા સીસીટીવી (CCTV footage)માં કેદ થઈ ગયો છે.

  ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનું આયોજન થયું છે. આ દરમિયાન એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. યુવક નીચે પટકાયો હોવાનું ધ્યાનમાં આવી જતાં સંચાલકે રાઇડ બંધ કરી દીધી અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

  આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં યુવકે રાઇડની મજા માણતો જોઈ શકાય છે. જોકે, આ દરમિયાન તે અચાનક ઊછળીને રાઇડમાંથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

  આ પણ વાંચો: ગુજરાતી યાત્રિકોને પાલીમાં નડ્યો અકસ્માત, હચમચાવી દેતી તસવીરો આવી સામે

  ગોંડલનો આનંદ મેળો બન્યો મોતનો મેળો!


  ગોંડલમાં ચાલી રહેલા લોક મેળા (Gondal Lok Melo)માં ગુરુવારનો દિવસ ગોજારો સાબિત થયો હતો. એક જ દિવસમાં બે દુર્ઘટના ઘટી હતી, જેમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા (Gondal Nagar Palika) સંચાલિત લોક મેળામાં ગુરુવારે બપોર બાદ નગરપાલિકાના કર્મચારીને વીજ કરંટ (Electric shock) લાગ્યો હતો, તેને જોતા ત્યાં હાજર નગરપાલિકાના જ ફાયરકર્મીએ તેને બચાવવા જાતા તેને પણ વીજ શોક લાગ્યો હતો. વીજ શોક લાગ્યા બાદ બંને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બંનેને વધુ સારવારની જરૂર જણાતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યાં હતા.


  યુવક રાઇડમાંથી નીચે પટકાયો


  રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં રાઈડમાં આશરે 30 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલ વ્યક્તિનું નામ લાલજીભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ વ્યક્તિ ગોંડલ તાલુકાના વાછરા ગામેથી મેળો કરવા માટે ગોંડલ આવ્યો હતો, જ્યાં તેઓ યાંત્રિક રાઈડમા બેઠા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: અકસ્માત, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन