Home /News /rajkot /

રાજકોટ લોકમેળાનો પ્રારંભ કરાવતાં CM, વજુભાઇ વાળા સાથે ચકડોળની મજા માણી

રાજકોટ લોકમેળાનો પ્રારંભ કરાવતાં CM, વજુભાઇ વાળા સાથે ચકડોળની મજા માણી

CM ભૂપેન્દ્ર પટેલે વજુભાઇ વાળા સાથે ચકડોળની મજા માણી

Lok Mela Rajkot: કોરોનાના બે વર્ષ બાદ યોજાનાર લોકમેળામાં 15 લાખ લોકો મુલાકાત લઈ શકે છે.

    રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે તેવા ચકડોળની સવારીની મોજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે માણી હતી.

    મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુ  વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે પણ ચકડોળની સવારીનો આનંદ લીધો હતો.

    રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ લોકમેળાનું નામ 'આઝાદીના અમૃત લોકમેળો' આપવામાં આવ્યું છે. રાજકોટના લોકમેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી CMનું સ્વાગત કરાયું હતું.

    લોકમેળામાં 56 રાઇડ્સનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત 300થી વધુ ખાણીપીણીના સ્ટોલ પણ તૈયાર કરાયા છે. તેમજ સ્ટોલની આવકમાંથી 51 લાખ CM રિલીફ ફંડમાં આપવામાં આવશે. લોકમેળાની સુરક્ષાને લઈ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે, 1 હજાર 550 પોલીસ જવાનો ખડેપગે રહેશે. કોરોનાના બે વર્ષ બાદ યોજાનાર લોકમેળામાં 15 લાખ લોકો મુલાકાત લઈ શકે છે.

    આ પણ વાંચો: સુરતના આ ગામમાં ગળા ડૂબ પાણી ભરાયા, નેશનલ હાઇવે પર 3 ફૂટ પાણી ભરાયા

    સૌરાષ્ટ્રની ઓળખ પણ ગણાતો લોકમેળો રાજકોટમાં શરૂ થઈ રહ્યો છે. આ લોકમેળાનો આનંદ માણવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટ આવતા હોય છે. કોરોના કાળ ના છેલ્લા બે વર્ષથી રાજકોટ વાસીઓ લોકમેળો માણી નહોતા શક્યા. આ વર્ષે લોકમેળાને લઈને લોકોમાં પણ એક અનોખી આતુરતા જોવા મળી રહી છે. આ લોકમેળામાં લાખો લોકો આનંદ મેળવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CM Bhupendra Patel, Gujarat News, Rajkot News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन