Home /News /rajkot /રાજકોટ: પત્રકારનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા? પોલીસે શરૂ કરી તપાસ
રાજકોટ: પત્રકારનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા? પોલીસે શરૂ કરી તપાસ
રાજકોટના યુવકની આત્મહત્યા કે હત્યા?
Rajkot crime news: રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારુતિનગર વિસ્તારમાં રહેતા રાકેશ અધિયારુ નામના વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવ્યાની જાણ ભક્તિનગર પોલીસને થઈ હતી.
રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city)માં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં મારુતિનગર વિસ્તારમાં રહેતા રાકેશ અધિયારુ (Rakesh Adhyaru)ની લાશ સળગેલી હાલતમાં તેના ઘરમાંથી જ મળી આવી છે. સમગ્ર મામલાની જાણ સ્થાનિક ભક્તિનગર પોલીસ (Bhaktinagar police) તેમજ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ને થતા તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસના પીઆઈ એલ.એલ.ચાવડા તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.વી ધોળા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારુતિનગર વિસ્તારમાં રહેતા રાકેશ અધિયારુ નામના વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ મળી આવ્યાની જાણ ભક્તિનગર પોલીસને થઈ હતી. સમગ્ર મામલાની જાણ ભક્તિનગર પોલીસને થતા તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક લોકો રાકેશ અધિયારૂના ઘરે આવી માથાકૂટ કરી હતી. ત્યાર બાદ તેની સળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે.
પ્રેસનું આઈકાર્ડ મળ્યું
રાકેશ પાસેથી એક પ્રેસનું કાર્ડ પણ મળી આવ્યું છે. જેથી પોતે પત્રકાર તરીકે પણ કામ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. સમગ્ર મામલે રાકેશે આત્મહત્યા કરી છે કે પછી કોઈના દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી અનુસાર ભક્તિનગર પોલીસ દ્વારા મૃતકનો call details રિપોર્ટ પણ સંબંધિત ટેલિકોમ કંપની પાસેથી મંગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકના મોબાઈલમાં રહેલા whatsapp ચેટ સહિતની તપાસ પણ કરવામાં આવી છે.
ભક્તિનગર પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં મૃતકની પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોત અંગે કયા પ્રકારનું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. મૃતકે ખરા અર્થમાં આત્મહત્યા કરી છે કે પછી તેની કોઈએ હત્યા કરી છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ ગુનાખોરીએ માઝા મૂકી હોય તે પ્રકારની બાદ એક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના (Gondal) માંડવી ચોકમાંથી લોહીલુહાણ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સૌપ્રથમ ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ (civil hospital) અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ ગોંડલ પોલીસને થતા ગોંડલ પોલીસ દ્વારા યુવાનને ક્યાં સ્થળે ઈજા પહોંચાડવામાં આવી છે તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળતી વિગત અનુસાર ઉઘરાણી બાબતે યુવાનને ઈજા પહોંચાડવામાં આવી છે.