Home /News /rajkot /

રાજકોટ: ચોરની ધોલાઈનો Live Video, મોબાઈલ અને પાકીટ ચોરીનો પ્રયાસ કરનારને ઢીબી નાખ્યો

રાજકોટ: ચોરની ધોલાઈનો Live Video, મોબાઈલ અને પાકીટ ચોરીનો પ્રયાસ કરનારને ઢીબી નાખ્યો

Rajkot_ News : રાજકોટમાં ધોળે દિવસે ચોરીનો પ્રયાસ કરનાર શખ્સની ધોલાઈ

Rajkot News : રાજકોટમાં ધોળે દિવસે ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરને લોકોએ મેથી પાક ચખા઼ડ્યો, ચાલુ ગાડીએ નીકળતા લોકોએ પણ હાથ સાફ કર્યો,

Rajkot : રાજકોટ શહેર (Rajkot Gujarat)  જાણે કે ગુનાખોરીનું (Crime)  હબ બની ચૂકયો હોય તેમ એક બાદ એક ગુનાખોરી સાથે સંકળાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં મોબાઈલ ચોર તેમજ પાકીટ ચોરની (Mobile theft) સરેઆમ ધોલાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર મામલા નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે સમગ્ર બનાવ અંગે હજુ સુધી કોઈ પોલીસ (Police Complain)  ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે એક વ્યક્તિની સરેઆમ ધોલાઈ (Mob beaten Man in Rajkot) કરવામાં આવી રહી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે એક બ્લેક થેલા વાળા વ્યક્તિ એક યુવાનને મારી રહ્યા છે.

જોતજોતામાં તે યુવાનને ત્રણ થી ચાર જેટલા વ્યક્તિઓ માર મારે છે. લોકોના મારથી બચવા યુવાન ત્યાંથી નાસી જાય છે. આ સમયગાળા દરમિયાન એક બ્લેક કલરના હોન્ડા માં પણ એક યુવાન મોઢે રૂમાલ બાંધીને આવે છે. તે પણ યુવાનને માર મારે છે તેની પાછળ દોડે છે. જે સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ પણ વાંચો : રાજકોટ : તુમ જૈસે બેવડો કા સહારા હૈ દોસ્તો! સ્ટેજ પર વરરાજાને પીવડાવ્યો દારૂ! વીડિયો થયો વાયરલ

મોબાઈલ ચોરી અને પાકીટની ચોરીનો પ્રયાસ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે મોબાઇલ ચોરી તેમજ પાકીટ ની ચોરી કરે છે. તે ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે અરસામાં જાગૃત નાગરિક નું ધ્યાન જતા તે ચોર નો શિકાર બનતા અટકી ગયો હતો. જેના કારણે લોકોએ રોષે ભરાઇને ચોરીનો પ્રયાસ કરનાર યુવકને માર માર્યો હતો.



ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અવારનવાર ચોરી લૂંટફાટ તેમજ હત્યાના પ્રયાસ હત્યા સહિતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડવા માટે અવારનવાર ડ્રાઈવ પણ યોજવામાં આવતી હોય છે.

અન્ય એક વીડિયોમાં દારૂ ઢીચતા લોકો સામે તપાસ

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તાર નો એક વીડિયો સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં વરરાજા ને તેના સ્નેહીજનો તેમજ મિત્રો સ્ટેજ પર દારૂ પીવડાવી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Live video, ગુજરાતી સમાચાર, રાજકોટ, રાજકોટના સમાચાર

આગામી સમાચાર