Home /News /rajkot /60 સેકન્ડમાં 37 ઘા, રાજકોટમાં ધોળા દિવસે છરીના ઘા મારી હત્યા, CCTV

60 સેકન્ડમાં 37 ઘા, રાજકોટમાં ધોળા દિવસે છરીના ઘા મારી હત્યા, CCTV

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હત્યા, બળાત્કાર, જેવા અનેક ગુનાઓને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હત્યા, બળાત્કાર, જેવા અનેક ગુનાઓને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે

  રાજકોટ શેહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરાજાહેર હત્યાના એક પછી એક બનાવો સામે આવ્યા છે. ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હત્યા, બળાત્કાર, જેવા અનેક ગુનાઓને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે આજે ફરી શહેરમાં એક વ્યક્તિની 60 સેકન્ડમાં 37 છરીના ઘા મારી ધોળા દિવસે હત્યા કરવાની ઘટના સામે આવતા લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ફરી એક વખત રક્ત રંજીત બન્યુ છે. રસ્તા પર ધોળે દિવસે ખુલ્લેઆમ એક વ્યક્તિને નિર્દયી હત્યારો ઉપરા ઉપરી 60 સેકન્ડમાં 37 જેટલા છરીના ઘા મારી રહેંસી નાખે છે, ત્યારે રસ્તે જતા લોકો જોઈ રહ્યા છે. પણ એક પણ માઈનો લાલ બચાવ માટે આગળ નથી આવતો અને આખરે લોહી લુહાણ હાલતમાં વ્યક્તિ દમ તોડી દે છે.

  મહત્વની વાત તો એ છે કે, હત્યારા દ્વારા છરીના ઘાથી ઈજાગ્રસ્ત વ્યક્તિ મદદ માટે લોકોને પોકાર કરે છે, પરંતુ રસ્તા પરથી નીકળાતા લોકોએ આસપાસ રહેતા રહેવાસી કોઈ મદદ નથી આવતું, લોકોની માનવતા મરી પરવારી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

  આ ઘટના રાજકોટના રવિરત્ન પાર્કની છે. એક વ્યક્તિને બાઇક અથડાવી રોક્યા બાદ અજાણ્યા હત્યારાએ હરેશ માધવજીભાઇ મકવાણા (ઉ.45) નામના વ્યક્તિને 60 સેકન્ડમાં 37 છરીના ઘા મારી ધોળા દહાડે ખુલ્લેઆમ રહેંશી નાખ્યો.

  સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, બે બાઇક અથડાતા સ્લીપ થઇને કોઇના ઘર પાસે આવી ચડે છે. બાદમાં એક શખ્સ યુવકને ઉપરાછાપરી 60 સેકન્ડમાં 37 છરીના ઘા મારી લોહી લુહાણ કરી નાખે છે, આટલું જ નહી ત્યારબાદ તેના ઉપર થઈ બાઈક ભગાવી મુકે છે. આ ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી આ વ્યક્તિને મારી નાખવાના ઈરાદે જ બાઈક અથડાવે છે.  મરનાર વ્યક્તિનું નામ હરેશભાઇ હોવાનું સામે આવ્યું છે, જે રવિરત્ન પાર્કમાં સદગુરૂ કોલોનીમાં જ રહે છે. તેમનું વાહન આરોપીના વાહન સાથે અથડાયું હતું.

  હત્યારાએ છરીના ઉપરા છાપરી એટલા ઘા માર્યા કે તે વ્યક્તિના આંતરડા પણ બહાર નીકળી ગયા હતા, અને રસ્તા પર લોહીનો ખાબોચીયું ભરાઈ ગયું હતું. યુવકને બાદમાં લોકોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું, અને સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો.

  પોલીસ સૂત્રોને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી, પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે બાઈક નંબર પરથી અજાણ્યા આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી, તો પોલીસને માહિતી મળી કે હત્યા કરનાર આરોપી ભૂતકાળમાં મરનાર વ્યક્તિનો ધંધામાં ભાગીદાર હતો, જેણે ધંધાની હરીફાઈમાં હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે.

  પોલીસે જણાવ્યું કે, હત્યા પાચળનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. ટુંક સમયમાં આરોપીને જેલના સળીયા પાછલ ધકેલી દેવામાં આવશે.

  સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં હત્યા પાછળ માત્ર અકસ્માત કારણ હોય તેવું નથી, અન્ય કારણ પણ જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 36 કલાકમાં આ બીજી હત્યાની ઘટના બની છે, જેને લઈ કાયદો અને વ્યવસ્થાને ખાડે જવાની ચર્ચા સાથે પોલીસ તંત્ર સામે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: CCTV footage, Live murder, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन