Home /News /rajkot /Rajkot: વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વ્યથાને આ ગીત થકી વ્યક્ત કરી રહ્યાં છે આ વૃદ્ધા, સાંભળો વડીલોની વેદનાનું ગીત

Rajkot: વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વ્યથાને આ ગીત થકી વ્યક્ત કરી રહ્યાં છે આ વૃદ્ધા, સાંભળો વડીલોની વેદનાનું ગીત

વડીલોની

વડીલોની વેદનાનું ગીત

આ ગીત સાંભળીને તમે ક્યારેય તમારા માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલો, કારણ કે આ ગીતમાં એક વડીલની વેદના વ્યક્ત કરવામાં આવી છે

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં છેલ્લા દોઢ વર્ષથી આશરો લેનાર એક વૃદ્ધા વડીલોની વેદનાનું એક ગીત બનાવ્યું છે અને વૃદ્ધાશ્રમમાં આશરો લેનાર અન્ય વૃદ્ધોને ગાયન કરીને સંભળાવે છે. આ ગીત ગાઈને વૃદ્ધાશ્રમના વૃદ્ધો તો રડી પડે છે પણ તમે સાંભળશો તો તમે પણ રડી પડશો. આ ગીત સાંભળીને તમે ક્યારેય તમારા માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલો, કારણ કે આ ગીતમાં એક વડીલની વેદના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ વૃદ્ધાએ સમાજને મેસેજ આપતા જણાવ્યું છે કે, તમે તામારા માતા-પિતાની સેવા કરજો.

    નયનાબેન નગીનદાસ પારેખ છેલ્લા દોઢ વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમમાં રહે છે. તેઓ આ ગીતો અને ભજનો ગાય છે. તેઓ જણાવે છે કે, હું અહીં રાજકોટની છું, આવી ત્યાંરે પગમાં પાટો હતો, છ મહિના ઉભી થઈ શકી નહોતી, હું ઘોડીથી ચાલુ છું. મને તો અહીંયા બહુ જ સારુ લાગે છે. વૃદ્ધાશ્રમમાં જેનાથી માતા-પિતા ન સચવાતા હોય તેઓ અહીં પહોંચાડે તો સારુ જ છે. પણ જેનાથી સચવાઈ તેને કોઈ વાંધો નથી. હું ભજન કીર્તન રોજ સાંજે વૃદ્ધાશ્રમમાં ગાવ છું. પણ ક્યારેક આવું કરુણતાનું ગીત ગાવ તો બધાની આંખમાં પાણી આવી જાય છે.

    નયનાબેને વધુમાં જણાવ્યું હતું કે, મને ખુદને આંખમાં પાણી આવી જાય છે, પણ હું હિમ્મતથી ગાવ છું. હું મારાં જૈન ઉપાશ્રયમાં ગાતી જ હતી. એટલે મને બહુ કરુણતા ન લાગે પણ સામાવાલા લોકોને આગળ પાછળનું બોવ યાદ આવે એટલે તેઓ રડી પડે છે. સમાજના દીકરાઓને એટલું કહેવા માંગીશ કે માએ નવ મહિના તમારો વજન ઉપાડ્યો, ભણાવી ગણાવીને મોટા કર્યા એ મને તમે વૃદ્ધાશ્રમમાં મુકો તો તેની શું દશા થાય. સમજદાર દીકરા વહુ હોઈ તેને વૃદ્ધાશ્રમમાં આવવાની જરૂર નથી. સદભાવના વૃદ્ધાશ્રમમાં બહુ જ મજા આવે છે, ઘર યાદ આવતું જ નથી. કારણ કે અહીં પ્રેમ અને હૂંફ મળે છે.

    આ પણ વાંચો:  મુંબઈના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરની અનુભૂતિ કરાવતું રાજકોટનું આ ગણપતિ મંદિર, જાણો વિશેષતા

    વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય વૃદ્ધા રસીલાબેને જણાવ્યું હતું કે, નયનાબાએ એટલું સરસ ગીત ગાયું કે હું ખુબ જ રડી હતી, એટલું જ નહીં વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ લોકો એટલા રડ્યા કે બધાને સાચવવા અઘરા પડી ગયા હતા. જેને મા-બાપ જીવે છે તે લોકો સાચવે તો સારુ. મારે તો મા-બાપ જતા રહ્યા છે. આ ગીત ગાતા જ મને મારાં મા-બાપ યાદ આવી ગયા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Old Age Home, Rajkot Latest News, Rajkot News, રાજકોટના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन