Rajkot News: રાજકોટ પોલીસ કમિશનર કચેરીની સામે જ પાર્ક કરવામાં આવેલી નંબર વગરની કારમાંથી 68 બોટલ દારૂ મળી આવ્યો છે. હાલ આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા રાજકોટમાં ટ્રાફિક તરીકે ફરજ બજાવનારા કરણ ભનુભાઈ ભોલરાની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટઃ પોલીસ કમિશનર કચેરીની સામે જ પાર્ક કરવામાં આવેલી નંબર વગરની કારમાંથી 68 બોટલ દારૂ મળી આવ્યો છે. હાલ આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા રાજકોટમાં ટ્રાફિક તરીકે ફરજ બજાવનારા કરણ ભનુભાઈ ભોલરાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં દોષનો ટોપલો પોતાના માથે ઢોળી લીધો હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે વોર્ડનની ધરપકડ થયા બાદ પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, દારૂ પ્રકરણમાં સત્ય સામે આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ મંગળવારના રોજ પોતાની ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા. આ સમયે સીપી કચેરી સામે નંબર વગરની એક i20 કાર તેમના નજરે પડી હતી. રાજુ ભાર્ગવ દ્વારા તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમને ફોન કરી તેને ડિટેઇન કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે કમિશનરના આદેશનું પાલન કરવા માટે પ્રદ્યુમનનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા કારની તલાસી લેવામાં આવી હતી. ત્યારે કારમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદને આધારે પ્રોહીબિશનનો કેસ દાખલ કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર સહિત કુલ 2.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બીજી તરફ, એક એવી ચર્ચા પણ ઊઠી છે કે, પોલીસ અધિકારીઓનો માનીતો ટ્રાફિક વોર્ડન કરણ ભનુભાઇ ભોલરા નાટકીય ઢબે પોલીસમાં રજૂ થયો હતો. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછમાં પોતે દીવથી દારૂનો જથ્થો લાવ્યાનો જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે, આખરે એક ટ્રાફિક વોર્ડન દીવથી કઈ રીતે રાજકોટ શહેર સુધી દારૂ ઘુસાડી શકે છે. કારણ કે, દીવ ચેક પોસ્ટ ઉપર ગાડીઓ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ ગીર-સોમનાથ જિલ્લામાં પણ ગાડીઓ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ જૂનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લામાં પણ ગાડીઓ ચેક કરવામાં આવે છે. આ તમામ જિલ્લાઓની ચેકપોસ્ટ વટાવ્યા બાદ દારૂ રાજકોટ શહેરમાં ઘૂસે છે.
અનેક સવાલો ઊભા થયા
મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસ કમિશનર કચેરીની આજુબાજુમાં જ આંટા મારતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ જુદી જુદી બ્રાન્ચના પોલીસ અધિકારીઓના ખાસ માણસ તરીકે પણ તે સેવા આપે છે. ત્યારે ટ્રાફિક વોર્ડન પાસે લાખેણી કાર ક્યાંથી આવી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.