Home /News /rajkot /રાજકોટ: હરિવંદના કોલેજમાં પ્રોફેસરો વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, પત્ર થયો વાયરલ
રાજકોટ: હરિવંદના કોલેજમાં પ્રોફેસરો વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, પત્ર થયો વાયરલ
વિદ્યાર્થીઓનો પત્ર વાયરલ થયો
Harivandana College viral letter: હરિવંદના કોલેજના સંચાલક મહેશ ચૌહાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય છે. તેમજ સાથો સાથ તેઓ ભાજપ સાથે પણ જોડાયેલા છે. અગાઉ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સુકાન ગિરીશ ભીમાણીને સોંપવામાં આવ્યું હતું ત્યારે મહેશ ચૌહાણે વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજમાં પ્રોફેસરો વચ્ચે ઈલુ ઈલુ ચાલતું હોવાનો પત્ર વાયરલ થયો છે. રાજકોટ શહેરની હરિવંદના કોલેજમાં પ્રોફેસરો વચ્ચે ઇલુ ઇલુ ચાલતું હોવાનો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. પ્રોફેસરો વચ્ચેના પ્રેમ પ્રકરણના કારણે હરી વંદના કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા પત્રમાં પ્રોફેસર કાના સર અને નિકિતા મેડમ વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. સાથે જ પ્રોફેસર પિયુષ ગોધાણીએ તેની મિત્ર ગણાતી રિંકલ સીદપરાને લેક્ચર માટે બોલાવી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.
પ્રોફેસર ગોધાણીએ પ્રોફેસર નિકિતા અને પ્રોફેસર રિંકલ માટે પોતાની જગ્યા ખાલી કરી હોવાનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, રિંકલ સિદપરાને B.SC વિભાગની હેડ બનાવવામાં આવી છે. પ્રોફેસરોના ઇલુ ઇલુના કારણે બે વિદ્યાર્થીઓએ કોલેજ પણ છોડી હોવાનો પત્રમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હરિવંદના કોલેજના સંચાલક મહેશ ચૌહાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય છે. તેમજ સાથો સાથ તેઓ ભાજપ સાથે પણ જોડાયેલા છે. અગાઉ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સુકાન ગિરીશ ભીમાણીને સોંપવામાં આવ્યું હતું ત્યારે મહેશ ચૌહાણે વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં કોલેજના પ્રિન્સિપાલ સાગર બાબરીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી વાયરલ લેટર મામલે અમોને જાણ થઈ છે. કરાર આધારિત પ્રોફેસરોની ભરતીકાંડ બાદ મહેશ ચૌહાણને પત્ર દ્વારા ટાર્ગેટ કરવામાં આવતો હોવાની પણ ચર્ચાએ હાલ વેગ પકડ્યું છે.
" isDesktop="true" id="1247313" >
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ સુધી સત્તાવાર રીતે મને પત્ર મળ્યો નથી. પત્ર મળ્યા બાદ શું કરી શકાય છે તે જોઈશું.