આ પરિવાર છેલ્લા 25 વર્ષથી શોખથી ઉંધિયુ બનાવીને લોકોને ખવડાવે છે
પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા નિકુંજભાઈએ જણાવ્યું હતું કે તેઓ સ્પેશિયલ ઉંધીયુ બનાવે છે. તેઓ 25 વર્ષથી આ ઉંધીયું બનાવે છે.અમારો ટેસ્ટ બધાથી અલગ છે.અમારી જે ઉંધીયાની વળી હોય તે પ્રખ્યાત છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટના લોકોની વાત જ અલગ છે.કારણ કે રાજકોટને રંગીલુ રાજકોટ કહેવામાં આવે છે. એવામાં મકરસંક્રાતિનો તહેવાર છે. અને લોકો મન ભરીને ઉંધિયાનો સ્વાદ માણે છે. ત્યારે અમે આજે એક એવા પરિવાર વિશે જણાવીશું કે જેઓ માત્ર શોખ માટે આ ઉંધિયુ બનાવીને લોકોને ખવડાવે છે. એ પણ સાવ નજીવા ભાવે.
પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા નિકુંજભાઈએ જણાવ્યું હતું કે તેઓ સ્પેશિયલ ઉંધીયુ બનાવે છે. તેઓ 25 વર્ષથી આ ઉંધીયું બનાવે છે.અમારો ટેસ્ટ બધાથી અલગ છે.અમારી જે ઉંધીયાની વળી હોય તે પ્રખ્યાત છે. મારો આ શોખ છે એટલે હું દર મકર સંક્રાતિના આ ઉંધીયુ બનાવુ છું.
અમે આ ઉંધીયુ પરિવાર સાથે બનાવીએ છીએ.અમે 1 હજાર કિલો ઉંધીયુ બનાવીએ છીએ.આ ઉંધીયુ ગોંડલ, જેતપુર, જુનાગઢઅને જામનગરથી લોકો ઉંધીયુ લેવા માટે આવે છે.
નિધિબેને જણાવ્યું હતું કે મકરસંક્રાતિના દિવસે અમે સ્પેશિયલ ઉંધીયુ બનાવીએ છીએ.અમે કમાણીના આશયથી ઉંધિયુ બનાવતા નથી. 25 વર્ષ પહેલા મારા પપ્પાએ આ ઉંધિય બનાવવાની શરૂઆત કરી હતી.અને ઓછા પૈસામાં સારૂ ઉંધિયુ આપીએ છીએ.અમે આમા ઘણી પ્રકારની લીલોતરી પણ નાખીએ છીએ અને સારૂ બનાવીએ છીએ.
રાજકોટની બહારથી પણ આ ઉંધિયુ લેવા માટે આવે છે. ઘણા લોકો તો 15 દિવસ પહેલાથી જ ઉંધિયુ બનાવીએ છીએ.અમે માત્ર 200 રૂપિયામાં આ ઉંધિયુ આપીએ છીએ.અમે 3-4 દિવસ પહેલાથી જ આ ઉંધિયુ બનાવવાની શરૂઆત કરીએ છીએ.
ભાવેશભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 10-12 વર્ષથી આ ઉંધીયુ લેવા આવીએ છીએ. અહિંયાનું ઉંધિયુ સૌથી ફેમસ છે અને આનો ટેસ્ટ પણ સૌથી અલગ હોય છે. રાજકોટમાં ઘણી જગ્યાએ ઉંધિયુ બનાવાવમા આવે છે.પણ અહિંયા ઉંધિયાનો સ્વાદ જઅલગ છે.