Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં સ્માર્ટ સિટીમાં 2017માં પસંદગી થયા બાદ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના કામો સ્માર્ટ સિટી હેઠળ કરવામાં આવી રહ્યાં છે. જેમાંથી એક આઈ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.હાલમાં અલગ અલગ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. રૈયા વિસ્તારમાં અંદાજીત 100 વર્ષથી વધુ સમય બાદ રાજકોટ અટલ સરોવરના રૂપમાં નવું તળાવ મળ્યું છે.
આ તળાવનું સુજલામ સુફલામ યોજના અંતર્ગત ફેઈઝ-1માં અટલ સરોવરને ઉંડા ઉતારવાનું કામ કરવામાં આવ્યું છે. જેથીઅંદાજે 400 મિલિયન લિટર વરસાદી પાણીનો સંગ્રહ થયો છે. જેમાં ESCDL દ્વારા નવા 3 તળાવ વિકસાવવા અંગે યોજના બનાવવામાં આવી છે. અહિંયા અનેક બીજી પણ વિવિધ સગવડતાઓ ઉભી કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ કુલ 136 કરોડ રૂપિયામાં બનશે.આ પ્રોજેક્ટની મર્યાદા 30 મહિનાની છે.તમને જણાવી દયે કે કોવિડના કારણે સમયમ ર્યાદામાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.જાણો આ સરોવરમાં કઈ કઈ સુવિધાઓ હશે.
આ પાર્કમાં આંગણવાળીના બાળકો માટે ફ્રીમાં એન્ટ્રી રહેશે.અટલ લેઈક વિસ્તારમાં ગ્રામહાટ અને અન્ય ઉપયોગ માટે કુલ 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે.આમ અટલ સરોવર થકી રાજકોટ અને રાજકોટની આસપાસના લોકોને હરવા ફરવા અનેમનોરંજનનું એક નવું સ્થળ મળી રહેશે.