Home /News /rajkot /રાજકોટઃ રક્ષાબંધન પર બાઈક-એક્ટીવાનો અકસ્માત, જેતપુર તાલુકા પોલીસના મહિલા કોન્સ્ટેબલનું મોત

રાજકોટઃ રક્ષાબંધન પર બાઈક-એક્ટીવાનો અકસ્માત, જેતપુર તાલુકા પોલીસના મહિલા કોન્સ્ટેબલનું મોત

અકસ્માતમાં મોતને ભેટેલા મહિલા કોન્સ્ટેબલની ફાઈલ તસવીર

lady police consteble died in road accident: બાઈક અને એક્ટીવા વચ્ચે ટક્કર થતાં હર્ષિદાબેન રોડ ઉપર પટકાયા હતા. જેના પગલે તેમના માથાના ભાગ સહિત શરીરના અન્ય જગ્યાએ ઈજાઓ તથાં તેમને પહેલા સ્થાનિક ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
મુનાફ બકાલી, જેતપુરઃ આજે રવિવારે રક્ષાબંધનનો (Rakshabandhan) પવિત્ર તહેવાર છે. ત્યારે સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી (rakhi) બાંધવા માટે નીકળી હતી. અને ઉત્સાહભેર રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. જોકે, આ ખુશીના તહેવાર વચ્ચે ક્યાંક માતમના પણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં (Gujarati news) આજે કેટલીક જગ્યાએ માર્ગ અકસ્માતની (road accident) ઘટનાઓ બની હતી. જેમાં કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના (Rajkot news) જેતપુરમાં (jetpur news) પણ બની હતી. જ્યાં બાઈક અને એક્ટીવા વચ્ચે ભયંકર ટક્કર (Bike-Activa accident) થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા પોલિસ કોન્સ્ટેબલનું (female police constable) મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે હર્ષિતા બહેન ફરજ નીભાવી રહ્યા હતા. તેઓ આજે પોતાનું એક્ટીવા લઈને ચાંપરાજપુર પાસે ભીડભંજન મહાદેવ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા બાઈક ચાલક સાથે જોરદાર ટક્કર થઈ હતી.

બાઈક અને એક્ટીવા વચ્ચે ટક્કર થતાં હર્ષિદાબેન રોડ ઉપર પટકાયા હતા. જેના પગલે તેમના માથાના ભાગ સહિત શરીરના અન્ય જગ્યાએ ઈજાઓ તથાં તેમને પહેલા સ્થાનિક ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ સિવિલમાં હર્ષિદાબહેનની તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, બપોર પછી હર્ષિદાબહેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હર્ષિદા બહેનના મોત બાદ જેતપુર પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

અકસ્માતની અન્ય ઘટના ભાવનગરમાં પણ બની હતી. અહીં ભાવનગરમાં રક્ષાબંધનના દિવસે જ ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલ બહેનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. રક્ષાબંધનના ખુશીના તહેવારના દિવસે જ પરિવારજનોમાં માતમ છવાયો હતો. પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ગામે રહેતા દલપતભાઈ રાઠોડ અને તેમના પત્ની દેવુબેન આજે વહેલી સવારે પોતાના ઘરેથી મોટર સાયકલ પર રંધોળા ગામ પોતાના ભાઈને ત્યાં રાખડી બાંદવા માટે ગયા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

જ્યાં રાખડી બાંધ્યા બાદ દંપત્તી ફરી પોતાના ગામ તરફ આવવા નીકળ્યું હતું. ત્યારે જ સિહોર-સોનગઢ હાઈવે પર ઈકો કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા દંપતી પટકાયું હતું. જેમાં દેવુબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો દલપતભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
First published:

Tags: Rajkot News, Rakshabandhan, Road accident