Home /News /rajkot /World Cancer Day: આ સંસ્થાએ લીધો અનોખો નિર્ણય, જીવલેણ કેન્સરથી 501 દીકરીઓને બચાવશે!

World Cancer Day: આ સંસ્થાએ લીધો અનોખો નિર્ણય, જીવલેણ કેન્સરથી 501 દીકરીઓને બચાવશે!

X
રાજકોટમાં

રાજકોટમાં કુંડારિયા ફાઉન્ડેશન કેન્સર જેવા જીવલેણ

રાજકોટમાં કેન્સર સોસાયટીમાં ચાલતા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 2800 દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સુધી પહોંચતા બચાવી લીધી છે.

  Mustufa Lakdawala,Rajkot : કેન્સર શબ્દ ભલભલા અને કઠણ હૈયાના માનવીને પણ હચમચાવી દે.વિશ્વમાં થતા કુલ મુત્યુઆંકમાં કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ સૌથી વધારે છે.ત્યારે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ કેન્સર દિવસ’’ ની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

  આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય કેન્સર અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સંભાળ, સ્ક્રીનીંગ, વહેલી તપાસ, સારવાર વગેરે બાબત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.તમને જાણીને આંચકો લાગશે પણ માનવ જાતિ 100થી વધુ વિવિધ પ્રકારના કેન્સરથી પીડિત છે.  ત્યારે કેન્સર દિવસ છે.અને રાજકોટમાં કેન્સર સોસાયટીમાં ચાલતા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 2800 દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સુધી પહોંચતા બચાવી લીધી છે. આ સાથે 1 લાખ 10 હજાર મહિલાઓને આ રોગ સામે અપાવી જાગૃતિ આપવામાં આવી છે.

  હું છું અને હું રહીશની ઝુંબેશ સાથે માત્ર રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્ર કચ્છના શહેરી વિસ્તાર ઉપરાંત એવા ગામડા કે જ્યાં કેન્સરના નામ સાથે જ લોકોની રાડ ઊભી થઈ જાય છે તેવા ક્ષેત્રમાં રાજકોટના કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા કેન્સર માટે જાગૃતિ સાથે આ જીવલેણ દર્દથી મહિલાઓ અને દીકરીઓ મુક્ત રહે તે માટે વેકસીનેશનનું રક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે.

  રાજકોટ કુંડારિયા કેન્સર પ્રિવેશન ફાઉન્ડેશન દ્વારા જાન્યુઆરી મહિનામાં 501 દીકરીઓને દત્તક લઈને ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવામાં આવી હતી. આ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2019થી કેન્સર જાગૃતિ માટેનું અભિયાન છેડવામાં આવ્યું છે.જેમાં ધીમે ધીમે સફળતા પણ મળી રહે છે.ખાસ કરીને અત્યાર સુધીમાં 1 લાખ 10 હજાર દીકરીઓ અને મહિલાઓને કેન્સર સામે... ખાસ કરીને બ્રેસ્ટ અને ગર્ભાશયના મુખના કેન્સરને લઈને જાગૃતિ આપવામાં આવી છે.

  ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને કેન્સર થઇ શકે છે. પુરુષોને ફેફસાંનું અને સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની શકયતાઓ વધુ હોય છે. જ્યારે 0-14 વર્ષના બાળકોમાં લિમ્ફોઇડ લ્યુકેમિયાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળેલ છે. 2020ની સરખામણીમાં 2025માં કેન્સરના કેસોમાં 12.8ટકાનો વધારો થવાનો અંદાજ છે. આ ઉપરાંત સ્કિન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, મેલાનોમા, લિમ્ફોમા, કિડની કેન્સર પણ છે. મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સર, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઈકલ અને થાયરોઈડ કેન્સર થાય છે. એ જ રીતે પુરુષોમાં પ્રોસ્ટેટ, ફેફસાંનું કેન્સર, કોલોરેક્ટરલ, પેટ અને લિવરનું કેન્સર સૌથી વધુ જોવા મળે છે.
  First published:

  Tags: Local 18

  विज्ञापन