Home /News /rajkot /

રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે RMC એ સગર્ભા મહિલાઓની યાદી બનાવી, જાણો શું છે મામલો

રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે RMC એ સગર્ભા મહિલાઓની યાદી બનાવી, જાણો શું છે મામલો

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે પૂરગ્રસ્ત વિસ્તારોની 63 સગર્ભા મહિલાની ખાસ યાદી તૈયાર કરી હતી.

રાજકોટ જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ક્યાંક ક્યાંક વધુ પાણી ભરાઇ જવાને કારણે અવ્યવસ્થાનું નિર્માણ થયું હતું. આ સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે પૂરગ્રસ્ત વિસ્તારોની 63 સગર્ભા મહિલાની ખાસ યાદી તૈયાર કરી હતી.

    રાજકોટ (Rajkot)માં સતત ધોધમાર વરસાદ (Rainfall in Rajkot) વરસી રહ્યો છે જેના પગલે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે સ્થાનિક તંત્ર (RMC) પણ યુદ્ધના ધોરણે લોકોની મદદ કરી રહ્યું છે અને શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યું છે ત્યાં જ તંત્ર દ્વારા હવે રાજકોટની સગર્ભા મહિલાઓ (regnant women)ની યાદી બનાવવામાં આવી રહી છે.

    રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પ્રશાસને 63 સગર્ભા મહિલાઓની ખાસ યાદી તૈયાર કરી છે. જેથી અવિરત વરસાદમાં જો જળ ભરાવની સ્થિતિ સામે આવે તો સગર્ભા મહિલાઓનું રેસ્ક્યૂ કરી શકાય તે માટે આગોતરૂ આયોજન કરાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 47 મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી છે.

    આ પણ વાંચો- Video: રાજકોટમાં નબીરાઓ રીલ બનાવવાના ચક્કરમાં થાર ગાડી લઇ ડેમમાં ઘૂસી ગયા

    રાજકોટ જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ક્યાંક ક્યાંક વધુ પાણી ભરાઇ જવાને કારણે અવ્યવસ્થાનું નિર્માણ થયું હતું. આ સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે પૂરગ્રસ્ત વિસ્તારોની 63 સગર્ભા મહિલાની ખાસ યાદી તૈયાર કરી હતી. પૂર જેવી સ્થિતિ વચ્ચે પણ સગર્ભાઓને સલામત સ્થળે પહોંચાડી અને 47 જેટલી મહિલાઓની સફળતાપૂર્વક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસુતિ કરવવામાં આવી હતી. જોકે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જરૂર જણાય તો સ્થળાંતર કરવા માટે પણ તંત્ર એલર્ટ મોડમાં છે. સાથે જ 2 NDRF અને 2 SDRFની ટિમો તૈનાત રાખવામાં આવી છે.

    આ પણ વાંચો- હવામાન વિભાગની મોટી આગાહી! હજી બે દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

    આમ રાજકોટ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા સ્વરૂપે સગર્ભા મહિલાઓની સારસંભાળ રાખવામાં આવી રહી છે અને આગામી સમયમાં જો પૂરની સ્થિતિનું નિર્માણ થાય તો પણ આ સગર્ભા મહિલાઓને યોગ્ય સારવાર મળી રહે તેવું આયોજન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon 2022, Gujarati news, Rajkot Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन