Rajkot : ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 188 તાલીમાર્થીઓને
રાજકોટમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા 188 ભાઈઓ - બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.નરેશ પટેલે કહ્યું કે, દીકરા-દીકરીઓ ક્લાસ-3, ડીવાયએસપી સુધી સિમિત ન રહીને IAS-IPS બને.
Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્યું હતું.જેમાં છેલ્લા 6 મહિનામાં સ્પર્ધાત્મક પરક્ષીઓમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 188 વિદ્યાર્થીઓ રાજકોટના હતા,જ્યારે 20 વિદ્યાર્થીઓ જૂનાગઢના હતા.જે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને રાજકોટ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટના મવડી-પાળ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે રવિવારના રોજ સાંજે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનોની હાજરીમાં રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્ત્વની વાત પણ કરવામાં આવી હતી.
ક્લાસ-3, ડીવાયએસપી સુધી સિમિત ન રહે
આ તકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે વિદ્યાર્થીઓન અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, નવા વર્ષની સારી શરૂઆત થઈ છે. આ ઉપરાાંત આપણા દીકરા-દીકરીઓ ક્લાસ-3, ડીવાયએસપી સુધી સિમિત ન રહીને IAS-IPS બને તેવી માખોડલને પ્રાર્થના કરૂ છું.
188 ભાઈઓ - બહેનો સરકારી નોકરીમાં પસંદ થાય
ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી તાલીમ મેળવીને વર્ષ 2022માં કુલ 188 ભાઈઓ-બહેનોએ પોલીસ વિભાગ, પીએસઆઈ-એએસઆઈ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, ટેક્નિકલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર સહિતના વિવિધ વિભાગમાં પસંદગી મેળવી છે. જે તમામનું સન્માનકરવામાં આવ્યું હતું.