ગૌશાળાના સંચાલક અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છ. હોલિકા દહન કરતા 300થી વધુ આયોજકો આ ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરી હોળીનાં તહેવારની અનોખી ઉજવણી કરશે.
Mustufa Lakdawala,Rajkot : હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે રાજકોટમાં હોળીના તહેવાર પર પર્યાવરણને નુકસાન ન થાય તે માટે વૈદિક હોળી યજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે.જે અંતર્ગત 100 ટનથી વધુ ગોબર સ્ટિક બનાવવામાં આવી છે. આ ગૌબર સ્ટિક ગોપી ગીર ગુરુકુળ ગૌશાળાના સંચાલકો દ્વારા બનાવવામાં આવી છે.
ગૌશાળાના સંચાલક અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.હોલિકા દહન કરતા 300થી વધુ આયોજકો આ ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરી હોળીનાં તહેવારની અનોખી ઉજવણી કરશે.જેથી પર્યાવરણને નુકસાન ન થાય.આ સાથે જ ગૌશાળા પણ આત્મનિર્ભર બનશે.
આ ગૌશાળા છેલ્લા 3 વર્ષથી આ કામ કરી રહી છે. અને આ વર્ષ ચોથુ છે.કે જેમાં ફરી આ પ્રકારની ગોબરસ્ટિક બનાવવામાં આવી છે.તમને જણાવી દયે કે પહેલા વર્ષે 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી જે બાદ બીજા વર્ષે 70 ટન, ત્રીજા વર્ષે 90 ટન અને આ વર્ષે 100 ટનથી વધુ ગોબરસ્ટિક બનાવવામાં આવી છે.
ગોપી ગીર ગુરુકુળ ગૌશાળાના સંચાલક દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે ગોબર સ્ટિક બનાવવા માટે અલગ અલગ ગૌશાળાના માણસો સતત 20 દિવસથી કામ શરૂ કર્યું છે. જેના માટે અલગ અલગ જગ્યાએથી ગાયનું છાણ પણ એકઠું કરવામાં આવી રહ્યું છે.
વૈદિક હોળીનો લાભ એ થાય છે કે જે ગાય દૂધ નથી આપતી. તેનો ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર નથી હોતુ જેથી તેનો ખર્ચ આમાંથી નીકળી જાય છે.તમને જણાવી દયે કે આ ગોબર સ્ટિકનું વિતરણ રાજકોટ, નડિયાદ, અમદાવાદ, વડોદરા અને જામનગર સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં છૂટક લોકોને આપવામાં આવશે.