Home /News /rajkot /

Rajkot: મોહરમ મહિનામાં મુસ્લિમ સમાજ શા માટે છબીલ મૂકે છે, જાણો તેની પાછળનો ઇતિહાસ

Rajkot: મોહરમ મહિનામાં મુસ્લિમ સમાજ શા માટે છબીલ મૂકે છે, જાણો તેની પાછળનો ઇતિહાસ

મુસ્લિમ

મુસ્લિમ સમાજ દ્વારા મુકવામાં આવતા છબીલ અંગે

હાલ પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેરઠેર છબીલનું આયોજન કરવામાં આવ્યું છે. 

    Mustufa Lakdawala, Rajkot: હાલ પવિત્ર મોહરમ (Holy Muharram month) મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો(Muslim Community) દ્વારા ઠેરઠેર છબીલનું આયોજનકરવામાં આવ્યુંvછે. ખાસ કરીને વોહરા મુસ્લિમ સમાજમાં છબીલનું અનેરું મહત્વ છે. આ છબીલની શું વિશેષતાછે તે આજે આપણે જાણીશું. વોહરા મુસ્લિમ સમાજના (Dawoodi Bohra Society) ધર્મગુરૂ મસકીમાં પાણી ભરવા ગયા અને દુશ્મનોએ તીર માર્યું એ આખો પ્રસંગ જીવંત કરતો ફ્લોટ્સ મુકવામાં આવ્યો છે. તેમજ ધર્મગુરુએ વહોરેલી શહીદી દર્શાવામાં આવી છે.

    વોહરા મુસ્લિમસમાજના સબિલભાઇ કપાસીએ જણાવ્યું હતું કે, અમારે અહીં ભગવતીપરામાં હાતીમાં એ મોલા નામનો વિસ્તાર છે જેમાં સારામાં સારી છબીલનું આયોજન કરવામાં આવ્યું છે. અમે જે છબીલ બનાવીએ છે એ આખા ગુજરાતમાં જોવા નહિ મળે. રાજકોટમાં અમે આ છબીલ બનાવી છે જે આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં અલ્હા એ આલમદારની મસકી છે. તેની વિશેષતા છે અને આકર્ષણનું કેન્દ્ર છે. દાઊદી વોહરા સમાજ જ નહિ પણ આખું રાજકોટ જોવા આવે છે. આ જ છબીલનો મહિમા છે.

    અલ્હા આલમદારની મસકીની વિશેષતા

    વધુમાં જણાવ્યું હતું કે છબીલનો મહિમા એટલો જ છે કે અમારા ધર્મગુરુ પર જે જુલમો થયા છે તેને યાદ કરીને લોકોને પાણી અને સરબત પીવડાવીએ છીએ. અલ્હા આલમદારની મસકી બનાવી છે તે બતાવે છે કે અલ્હા આલમદાર મસકીમાં પાણી ભરવા નદીમાં ગયા ત્યાંરે દુશ્મનોએ તીર માર્યું તો મસકી ઢોળાઈ જાય છે જે મસકી દ્વારા બતાવવામાં આવ્યું છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन