Home /News /rajkot /Rajkot : થેલેસેમિયાગ્રસ્ત 13 વર્ષની બાળા સમાજ માટે બની પ્રેરણારૂપ, છેલ્લા પાંચ વર્ષથી રમે છે ગરબે

Rajkot : થેલેસેમિયાગ્રસ્ત 13 વર્ષની બાળા સમાજ માટે બની પ્રેરણારૂપ, છેલ્લા પાંચ વર્ષથી રમે છે ગરબે

પ્રાચીન ગરબીમાં બાળાઓની તડામાર તૈયારી

રાજકોટની ગરુડની ગરબીમાં બાળાઓ વિવિધ પ્રાચીન રાસો રજુ કરી ભારતની ભવ્ય સંસ્કૃતિની લોકોને ઝાંખી કરાવે છે. આ વર્ષે બાળાઓ નવરાત્રીને લઈને તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે પાંચ મહિનાની હતી તયારે થેલેસેમિયાગ્રસ્ત બનેલી 13 વર્ષની એક બાળાની વાત સમાજ માટે પ્રેરણારૂપ બની

વધુ જુઓ ...
    Mustufa Lakdawala,Rajkot : અર્વાચિન નવરાત્રીની વાત આવે એટલે રાજકોટમાં રામનાથપરામાં યોજાતી ગરુડની ગરબીનો જરૂર ઉલ્લેખ થાય છે, આ ગરબીની શરૂઆત  લાખાજીરાજ બાપુના હસ્તે કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા છે કે અહીં આવેલા દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે. આ માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું છે, આજે પણ એ જ પ્રકારે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટની ગરુડની ગરબીમાં બાળાઓ વિવિધ પ્રાચીન રાસો રજુ કરી ભારતની ભવ્ય સંસ્કૃતિની લોકોને ઝાંખી કરાવે છે. આ વર્ષે બાળાઓ નવરાત્રીને લઈને તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળાઓ પર ગરબે ઝૂમશે અને માતાજીની આરાધના કરશે. ત્યારે પાંચ મહિનાની હતી તયારે થેલેસેમિયાગ્રસ્ત બનેલી 13 વર્ષની એક બાળાની વાત સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

    પાંચ મહિનાની હતી ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બની

    ગરુડની ગરબીમાં ગરબા રમનાર કેયલે જણાવ્યું હતું કે, મારી ઉંમર 13 વર્ષની છે. મને ગરબા રમવાનો બહુ જ શોખ છે. છેલ્લા બે વર્ષથી ગરુડ ગરબીમાં રહુ છું. હું થેલેસેમિયાગ્રસ્ત છું એટલે હું થેલેસેમિયા દર્દીઓને કહેવા માંગુ છું કે હાર નહિ માનવાની. હું પાંચ મહિનાની હતી ત્યારથી બ્લડ બદલાવું છું.

    આ વર્ષે ખુબ જ એન્જોયથી રમવું છે

    અન્ય એક બાળા ભક્તિ રાઠોડએજણાવ્યું હતું કે, હું ગરુડની ગરબીમાં પાંચ વર્ષથી રહુ છું. આ ગરબીમાં ગરબા રમવાની બહુ જ મજા આવે છે. તેમજ દર વર્ષે આ ગરબીમાં અવનવા રસ થતા હોઈ છે. આ વર્ષે તો બહુચર માનો મશાલ રસ, રાંદલ માનો રસ જેવા અનેક રસ ગરબા થાય છે. બહુચરમાના મશાલ રસમાં ચારેય બાજુ કુકડા હોઈ છે. બે વર્ષથી કોરોનાને કારણે ગરબા રમવાનો મોકો મળ્યો નહોતો. પણ આ વર્ષે તો ફૂલ એન્જોયથી ગરબા રમવા છે.

    મશાલ રાસમાં નારી શક્તિના દર્શન થાય છે

    એમાં પણ વાત જો કરવામાં આવે મસાલ રાસની. તો મસાલ રાસનું નામ સાભળતા જ લોકોમાં અનોખો ઉત્સાહ જાગે છે. આ રાસ જોતા જ સૌ કોઈને લાગે કે મા દુર્ગા બાળાઓનું સ્વરૂપ ધારણ કરી રમવા આવે છે. બાળાઓ આ મસાલથી ગરબે રમે છે. પહેલા તલવાર સહિતના હથિયારોથી બાળાઓ ગરબે રમે છે અને બાદમાં હથિયાર મુકી મસાલ લઈને ગરબે ઝુમે છે. મસાલ રાસ દ્વારા બાળાઓ નારી શક્તિની ઝાંખી કરવા છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन