Home /News /rajkot /Rajkot: કોણ છે સૌરાષ્ટ્રની ટીમનો સ્ટાર ખેલાડી અર્પિત વસાવડા, ટીમમાંથી ડ્રોપ થયા બાદ જાણો કેવી રીતે કર્યું કમબેક!

Rajkot: કોણ છે સૌરાષ્ટ્રની ટીમનો સ્ટાર ખેલાડી અર્પિત વસાવડા, ટીમમાંથી ડ્રોપ થયા બાદ જાણો કેવી રીતે કર્યું કમબેક!

ક્રિકેટર અર્પિત વસાવડા

અર્પિતે જણાવ્યું કે વર્ષ 2016-17માં જ્યારે રણજી ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો ત્યારે હું થોડો નિરાશ થયો હતો પણ પછી મને મોટિવેશન મળ્યું અને વધારે મહેનત કરીને પછી પાછુ મે ટીમમાં કમબેક કર્યું.

    Mustufa Lakdawala,Rajkot : સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલમાં બંગાળને 9 વિકેટે હરાવીને સૌરાષ્ટ્રની ટીમે ચોથીવાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ મેચમાં 9 વિકેટ ઝડપવા બદલ કેપ્ટન જયદેવ ઉનડકટ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે જ ટૂર્નામેન્ટમાં સારૂ પરાક્રમ કરવા બદલ અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનાવવામાં આવ્યો હતો.ત્યારે આજે અમે આપને જણાવીશું અર્પિત વસાવડા વિશે કે તેને પોતાના કરિયરની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે.અને સાથે જ તેને અહિંયા સુધી પહોંચાડવામાં કોને મદદ કરી?

    નાનપણથી જ હતો ક્રિકેટ રમવાનો શોખ

    રણજી ટ્રોફી 2022-23ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અને ક્રિકેટર અર્પિત વસાવડાએ જણાવ્યું કે હું નાનો હતો ત્યારથી મારા પપ્પાના શોખ હતો કે હું ક્રિકેટર બનું અને મને પણ નાનપણથી જ ક્રિકેટ રમવાનો અને ક્રિકેટર બનવાનો શોખ હતો.મારા પિતા રેલવેમાં હતા. ત્યારે ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારા ત્યાં કેમ્પ ચલાવતા હતા. ત્યારે હું કદાચ 12 વર્ષનો હતો.ત્યારે તેઓ મને રમવા લઈ ગયા હતા.ત્યારથી મને ક્રિકેટ રમવાનો શોખ હતો.



    મારા પિતાનું સપનુ હતું કે હું ક્રિકેટ રમુ

    પછી મે સ્ટેપ બાય સ્ટેપ મારૂ કરિયર શરૂ કર્યું.અંડર 14, અંડર 15 એમ ધીમે ધીમે શરૂઆત કરી.અને સૌરાષ્ટ્રને રિપ્રેઝન્ટ કર્યું.2012થી રણજી ટ્રોફીને રિપ્રેઝન્ટ કરૂ છું.મારા પિતા રેલવેમાં જોબ કરતા હતા અને તેનું જ આ સપનું હતું કે હું ક્રિકેટર બનું.

    આ પણ વાંચો,...W, W, W, W, W...છેલ્લી ઓવરમાં જીતવા માટે 4 રન ન કરી શકી, આ ખેલાડીએ એક સાથે 5 વિકેટ લઈ બાજી પલ્ટી નાખી

    મારી પત્ની અને મારા પિતાએ મને ખુબ સપોર્ટ કર્યો

    મને ક્રિકેટ રમવા લઈ જવાથી લઈને દરેક વસ્તુમાં મારા પિતાએ મને ટેકો આપ્યો છે. દરેક જગ્યાએ તેઓ મારી સાથે ચાલ્યા છે. મારા પિતાએ ખુબ જ મહેનત કરી છે.આ સાથે જ અત્યારે મને મારી પત્ની પણ ખુબ સારો સપોર્ટ કરી રહી છે. જેથી મારી સફળતાનો શ્રેય હું મારા પિતા અને મારી પત્નીને આપુ છું.



    આ છે અર્પિતની યાદગાર ક્ષણ

    અત્યારે જે સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી જીત્યું એ મારા માટે ખુબ જ યાદગાર ક્ષણ છે.આ સાથે જ 2019-20માં જે ટ્રોફી જીતી એમાં અને આ વર્ષની રણજી ટ્રોફી જીતી તેમાં મારો ફાળો છે તે જાણીને મને ખુબ જ ગર્વ થાય છે.આ મારી બંને યાદગાર ક્ષણો છે.



    જાણો 2016-17માં અર્પિત કેમ થયો હતો નિરાશ?

    વર્ષ 2016-17માં જ્યારે રણજી ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો ત્યારે હું થોડો નિરાશ થયો હતો.પણ પછી મને મોટિવેશન મળ્યું અને વધારે મહેનત કરીને પછી પાછુ મે ટીમમાં કમબેક કર્યું.ત્યારેથી મારો ગ્રાફ સતત વધી રહ્યો છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ જે સારી રીતે રમી રહી છે.તે અમે મેઈન્ટેઈન કરીએ અને આવનારી જનરેશનને અમે ઈન્સપાઈયર કરીશું.દરેક ક્રિકેટરને ઉપર સુધી રમવાની ચાહ હોય છે.LD/EJS મારી પણ એજ ચાહ છે કે હું IPLમાં રમુ અથવા ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરૂ.



    પિતાએ ક્રિકેટ રમવામાં સપોર્ટ કર્યો

    અર્પિતના ફેમિલીમાં બધા ભણતરને વધુ મહત્ત્વ આપે છે.પણ તેના પિતાએ તેને ક્રિકેટ રમવામાં સપોર્ટ કર્યો.જેના માટે તેના પિતાને ઘણું સાંભળવું પડ્યું હતું.કારણ કે મારા દાદાને એવુ હતું કે હું વધારે ભણું.પણ પછી જ્યારે અર્પિતની આ સફળતા જોઈને પરિવાર પણ ખુશ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, Ranji trophy, ક્રિકેટ