Home /News /rajkot /રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની ટીમ પહોંચી જંગલેશ્વર ખાતે, જાણો સર્ચ રિપોર્ટની રજ રજની માહિતી

રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની ટીમ પહોંચી જંગલેશ્વર ખાતે, જાણો સર્ચ રિપોર્ટની રજ રજની માહિતી

કિશનની ફાઇલ તસવીર

Kishan Bharwad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ શહેરના (Rajkot City News) બે શખ્સની સંડોવણી સામે આવી હતી. બંને શખ્સોને રાજકોટ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવતા તેમને એટીએસને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં (Dhandhuka Murder Case)સૌપ્રથમ હથિયાર મામલે રાજકોટના અઝીમ સમાની (Azim Sama) ધરપકડ કરવામાં આવી હતી

વધુ જુઓ ...
ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે (Kishan Bharwad Murder Case) એટીએસ (ATS) દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ શહેરના (Rajkot City News) બે શખ્સની સંડોવણી સામે આવી હતી. બંને શખ્સોને રાજકોટ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવતા તેમને એટીએસને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં (Dhandhuka Murder Case)સૌપ્રથમ હથિયાર મામલે રાજકોટના અઝીમ સમાની (Azim Sama) ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અઝીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતાને રાજકોટ સ્પેશયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભાવનગરનાં ઢસા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તેને એટીએસને સોંપવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ધંધુકાનાં કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીનાં મૌલાના કમરગનીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યામાં વાપરવામાં આવેલ હથિયાર આપનાર રાજકોટ શહેરના અઝીમ સમાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-અમદાવાદ: ' આજે આનો ખેલ ખતમ કરી નાખો મામા', પુત્રીએ મામા સાથે મળીને સાવકી માતા ઉપર છરીથી કર્યો Attack

અજીમ સમા પર આરોપ છે કે તેને પોતાની પાસે રહેલું હથિયાર અમદાવાદના મૌલવીને આપ્યું હતું. જે હથિયાર મૌલવીએ શબ્બીર નામના શખ્સને આપ્યું હતું. અઝીમ સમાની પૂછપરછમાં તેની પાસે રહેલું હથિયાર તેણે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રમીઝ સેતા પાસેથી મેળવ્યુ હતુ. ત્યાર બાદ એટીએસ દ્વારા રમીઝ સેતા બાબતની જાણકારી સ્પેશલ ઓપરેશન ગ્રૂપને આપવામાં આવી હતી. સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ (human intelligence) તેમજ ટેકનિકલ સર્વેલન્સનાં માધ્યમથી ભાવનગરનાં ઢસામાં છુપાયેલા રમીઝ સેતાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1178507" >

મળતી માહિતી મુજબ એટીએસ દ્વારા જંગલેશ્વર સ્થિત રમીઝ સેતાના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે જંગલેશ્વર સ્થિત આરોપીના ઘરે કરવામાં આવેલ તપાસ દરમિયાન કંઇક શંકાસ્પદ મળી આવ્યું છે કે કેમ તે બાબતે હજુ સુધી એટીએસ દ્વારા કોઈ જાણકારી આપવામાં નથી આવી. આ બાબતે હવે આગામી દિવસોમાં એટીએસને રમીઝ કોની પાસેથી હથિયાર લાવ્યો હતો. તેમજ તે છેલ્લા કેટલા સમયથી ગેરકાયદેસર હથિયાર ના ધંધા સાથે જોડાયેલો છે તે અંગે એટીએસને શું જાણકારી પ્રાપ્ત થાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Margi Pandya
First published:

Tags: Dhandhuka firing case, Dhandhuka Murder Case, Kishan Bharwad Case

विज्ञापन