Home /News /rajkot /રાજકોટમાં કિન્નરો દુઆની સાથે આપશે એક સલાહ, જાણો શું કહેશે
રાજકોટમાં કિન્નરો દુઆની સાથે આપશે એક સલાહ, જાણો શું કહેશે
મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવ્યું અભિયાન
બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોના લિસ્ટ બહાર પાડી રહ્યાં છે. જેથી રાજકિય માહોલ ગરમાય ગયો છે.ચારે તરફ ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે મતદાન જાગૃતિ માટે રાજકોટ કિન્નરો દ?
Mustufa Lakdawala,Rajkot: ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોના લિસ્ટ બહાર પાડી રહ્યાં છે. જેથી રાજકિય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યા છે. ચારે બાજૂ ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે મતદાન જાગૃતિ માટે રાજકોટ કિન્નરો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણીમાં મતદારોમાં જાગૃતિ લાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા કિન્નર સામાજના લોકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેને રાજકોટના પોષ વિસ્તારમાં રાહદારીઓ અને વાહન ચાલકોને મતદાન કરવા માટે સમજ આપી હતી.
કિન્નરો દ્વારા શરૂ કરાયેલા અભિયાનની કલેક્ટર તંત્ર દ્વારા ડ્રોન અને વિડીયો કેમેરાથી ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી રહી છે. આગામી સમયમાં પ્રસારણ કરી મતદારોમાં જાગૃતિ લાવવામાં આવશે.
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે
ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે આવશે. આ પહેલા ગુજરાતમાં તમામ પાર્ટીઓ સક્રિય મોડમાં કામ કરી રહી છે અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.સાથે તંત્ર પણ અનેક બ્રાન્ડ એમ્બેસેડરોને અપીલ કરવા માટે સજ બની છે.