Home /News /rajkot /Rajkot: રાજકોટનો 'છોટે ઉસ્તાદ' તબલા વગાડી સૌને કરી રહ્યો છે મંત્રમુગ્ધ

Rajkot: રાજકોટનો 'છોટે ઉસ્તાદ' તબલા વગાડી સૌને કરી રહ્યો છે મંત્રમુગ્ધ

દોઢ

દોઢ વર્ષની ઉંમરથી તબલા વગાડી રહ્યો છે

ખુશને તલબાની ટ્રેનિંગ આપવાની એક સમયે તેના સંગીત શિક્ષકે ના પાડી દીધી હતી. કારણ હતું ખુશની ઉંમર. શિક્ષકને હતું કે આ નાનકડો ટેણિયો શું કરી શકે

    Mustufa Lakdawala, Rajkot: કહેવાય છે શોખ અને કલાની કોઈ ઉંમર હોતી નથી. કલાકાર નાનો હોય કે મોટો. તે કલાકાર કહેવાય છે. આ ટેણિયો જે રીતે તબલા પર પોતાની નાની આંગળીઓ ફેરવે છે અને જે રાગ ઉત્પન કરે તે તમામને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. માત્ર દોઢ વર્ષની ઉંમરથી આ તબલાવાદક ભલભલાને ડોલાવી રહ્યો છે. આ છોટે ઉસ્તાદનું નામ છે ખુશ રાખસિયા. ખુશને કુદરતે તબલા વગાડવાની એક કલા આપી છે કે તે તમામ ઘેલા કરી રહ્યો છે.

    ખુશ નિરવભાઈ રાખસિયાએ જણાવ્યું હતું કે, હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારી ઉંમર હાલ આઠ વર્ષ છે. હું તબલા વગાડું છું. જ્યારે હું ત્રણ વર્ષનો હતો ત્યારે મોરારિબાપુ પાસે તબલા વગાડવા માટે ગયો હતો. તબલા પર મારી કલાકારી જોઇ મોરારિ બાપુ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને શાલ ઓઢાડી મારું સન્માન કર્યું હતું. કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, નિરંજન પંડ્યા એવા મોટા મોટા કલાકારના ડાયરામાં તબલા વગાડવા ગયો છું. મારું સપનુ આગળ તબલામાં ઉસ્તાદ બનવાનું છે અને જાકીર હુસેન જેવા તબલા વગાડવાનું લક્ષ્ય છે.

    એક સમયે શિક્ષકે ખુશને ના પાડી દીધી હતી

    ખુશને તલબાની ટ્રેનિંગ આપવાની એક સમયે તેના સંગીત શિક્ષકે ના પાડી દીધી હતી. કારણ હતું ખુશની ઉંમર. શિક્ષકને હતું કે આ નાનકડો ટેણિયો શું કરી શકે. પરંતુ પછીથી ખુશે શિક્ષકની સામે એવુ તબલા વાદન કર્યું કે તેઓ ખુશ થઈ ગયા અને આખરે ટ્રેનિંગ આપવા માટે તૈયાર થયા. હાલ દરરોજ ઘરે આવીને સંગીત શિક્ષણ તાલીમ આપી રહ્યા છે. આ સંગીત શિક્ષકનું માનવું છે કે, ખુશમાં રહેલી ખાસીયત ખરેખર ગોડ ગીફ્ટ જ છે. હાર્મોનિયમ પર કોઈ સંગીત વગાડવામાં આવે તો ખુશ તરત જ તેના પર તબલા પર વગાડી શકે છે. આ પ્રકારનું સંગીત શીખતા ભલભલા કલાકારોને વર્ષો વીતી જાય છે.

    આ પણ વાંચો: વીરપુરમાં 35 વર્ષથી ફ્લાવર-કોબીચની ખેતી કરી મબલખ કમાણી કરી રહ્યા છે આ ખેડૂત

    4 વર્ષથી ખુશ તબલા શીખવા જાય છે

    ખુશે વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી તબલા શીખવા જાઉં છું. મારા સર કિશોરભાઈ પાસે તબલા શીખવા માટે જાવ છું. હું રોજ તબલા વગાડવાની પ્રેક્ટિસ કરું છું, તબલા વગડવાની બે પરીક્ષા પણ પાસ કરી દીધી છે. સાથોસાથ હું અભ્યાસ પણ કરી રહ્યો છું. તબલા વગાડવામાં માસ્ટર થવા માટે સાત પરીક્ષા પાસ કરવી પડે છે. બાદમાં તમને વિસારદનું બિરૂદ મળે છે. બાદમાં જ તબલામાં ઉસ્તાદ બનીએ છીએ. મને નાનપણથી જ તબલા વગાડવાનો શોખ હતો એટલે મેં તબલા વગાડવાનું નક્કી કર્યું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Inspiring Story, Rajkot News, Rajkot Samachar, રાજકોટ, સંગીત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन