Home /News /rajkot /

રાજનીતિની પાઠશાળા: ખોડલધામે રાજનીતિની પાઠશાળા માટે સર્વ સમાજના નામે બહાર પાડી જાહેરાત

રાજનીતિની પાઠશાળા: ખોડલધામે રાજનીતિની પાઠશાળા માટે સર્વ સમાજના નામે બહાર પાડી જાહેરાત

ખોડલધામ (ફાઇલ તસવીર)

Khodaldham Political Academy: નરેશ પટેલની જાહેરાતને અનુસંધાને ખોડલધામ દ્વારા રાજનીતિની પાઠશાળા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત સર્વ સમાજના નામે બહાર પાડવામાં આવી છે.

    રાજકોટ: ગત અઠવાડિયે પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ નરેશ પટેલે (Naresh Patel) રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે રાજનીતિની પાઠશાળા (Khodaldham Political Academy) શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. જેના અનુસંધાને ખોડલધામ (Khodaldham) તરફથી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત સર્વે સમાજના લોકો માટે બહાર પાડવામાં આવી છે.

    રાજનીતિની પાઠશાળા શરૂ થશે


    નરેશ પટેલની જાહેરાતને અનુસંધાને ખોડલધામ દ્વારા રાજનીતિની પાઠશાળા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત સર્વ સમાજના નામે બહાર પાડવામાં આવી છે. જાહેરાત પ્રમાણે રાજનીતિમાં કારકિર્દી બનાવવા માટે ક્લાસ શરૂ કરવામાં આવશે. આ સાથે જ રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર પર જાહેર કરાયો છે. આ પાઠશાળાને 'યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા' (KYPLI) નામ અપાયું છે.

    શું જાહેરાત આપવામાં આવી?


    સર્વ જ્ઞાતિ અને સર્વ સમાજ આધારિત રાજકીય કારકિર્દી નિર્માણ ક્ષેત્રે એક નવી પહેલ...

    - શું આપ યુવા છો?
    - શું આપ રાજનીતિને કારકિર્દી બનાવવા માંગો છો?
    - શું આપ યુવાનીના થનગનતા જોમ અને જુસ્સાને દેશ અને દેશ બાંધવોના કલ્યાણ અને હીત માટે ન્યોછાવર કરવા માંગો છો? તો આવો યુવાનો-સપનાને વાસ્તવિકતામાં પેરવીએ.

    ભલે તમે કોઈ પણ જ્ઞાતિ કે સમાજમાંથી આવતા હોય પણ શું તમે રાજકીય કારકિર્દી નિર્માણ માટે ઇચ્છુક છો?

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    બીજેપી નેતાઓની દારૂ પાર્ટી!


    બાકોરમાં ભાજપ નેતાઓએ દારૂ પાર્ટી (BJP worker liquor party) કરી હોવાની વિગતો સામે આવી છે. બાકોરના સુંદરવન (Bakor Sundarvan) ખાતે બીજેપી નેતાઓ અને કાર્યકરો દારૂ પીને છાકટા બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. દારૂ પાર્ટી બાદ તમામ કાર્યકરો ડી.જે.ના તાલે ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં બીજેપીના ધારાસભ્ય જિગ્નેશ સેવકે (BJP MLA Jigneshkumar Sevak) પણ હાજરી આપી હતી. જોકે, ધારાસભ્ય તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેઓ નીકળી ગયા બાદ આ પાર્ટી યોજાઈ હતી. તેમની હાજરીમાં દારૂ પાર્ટી થઈ નથી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


    રાજકોટમાં આસિફ જુણેજાની હત્યા


    રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ (Rajkot murder case) સામે આવ્યો છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન (Pradyuman Nagar police station) વિસ્તારમાં આવેલા કિટીપરામાં પિતરાઈ ભાઈની નજર સમક્ષ જ પિતરાઇ ભાઇની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. છરીના બે ઘા ઝીંકી આરોપી વિકી ઉર્ફે અશોક પરમારે (Ashok Parmar) આસિફ જુણેજા (Asif Juneja) નામના વ્યક્તિની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    'તું મરી જા' કહીને માતા સગીર દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી


    ગત અઠવાડિયે વડોદરામાં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં એક માતાએ તેની 13 વર્ષની સગીર દીકરી પર ચપ્પુથી હુમલો (Woman slashes her teenage daughter) કરી દીધો હતો. માતાએ એક પછી એક સગીરા પર ચપ્પુથી 20 વાર કર્યાં હતા. હાલ સગીરાની સયાજી હૉસ્પિટલ (Shree Sir Sayaji General Hospital - Vadodara) ખાતે સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન સગીરાએ એવું જણાવ્યું છે કે તેની માતાએ ત્રણ દિવસ પહેલાથી જ હુમલાનું આયોજન કર્યું હતું. સગીરાએ તેની માસી સાથેની વાતચીત દરમિયાન આ હકીકત જણાવી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Election 2022, KhodalDham, ગુજરાત, નરેશ પટેલ, રાજકારણ

    આગામી સમાચાર