Mustufa Lakdawala,Rajkot : આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. જેથી આપણા દેશની ખેતીને જોવા માટે અને શીખવા માટે પણ દેશ-વિદેશની લોકો આવે છે નિહાળે છે અને તેની સરાહના પણ કરે છે. ત્યારે ઇઝરાયેલી એમ્બેસેડર યેર એશેલ રાજકોટ-ગોંડલની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ખેડૂતોની પ્રગતિશીલ કૃષિને નિહાળીને પ્રભાવિત થયા હતા.
ઈઝરાયેલી એમ્બેસેડરે ઈઝરાયેલ વર્ક પ્લાન-2 હેઠળ ગુજરાતમાં બનેલા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજકોટ ખાતે બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડુત અક્ષિતભાઇ પ્રજાપતિ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલી એમ્બેસેડર યેર એશેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઈઝરાયેલી એમ્બેસેડર યેર એશેલે રાજકોટના ખેડૂત અક્ષિતભાઇના સાહસની પ્રશંસા કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.. અને જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત પોતાના જ ખેતરની પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરી બાગાયતી પાકોમાંથી બનતી ફ્રેશ પ્રોડક્ટનું પોતાની આગવી માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી વેચાણ કરે છે. જે આજે રાજકોટમાં સારી એવી નામના ધરાવે છે.
ઈઝરાયેલી એમ્બેસેડર યેર એશેલે ગોંડલના APMCની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમને સૌરાષ્ટ્રમાંથી આવતા અલગઅલગ પાકો જેમ કે જણસી, લાલ મરચા, ડુંગળીની ગુણવત્તા અંગે વાતચીત કરી હતી. અને ગોંડલની કામગીરીની પ્રશંસા કરીહતી. આ દરમિયાન એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ડાયરેક્ટર સહદેવસિંહ અને પ્રદિપભાઇ કાલરીયા-એગ્રોનોમીસ્ટ પણ સાથે રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત ભુજ ખાતેના \"સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટપામ\"ની મુલાકાત લઈ ત્યાં ચાલી ત્યાં ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષનિરીક્ષણ કર્યું હતું.