Rajkot : કળિયુગી પુત્ર વિરુદ્ધ માતાએ કરી તંત્રને રાવ
માતા-પિતાની સંપત્તિ હજમ કરી તેમને ઘરથી કાઢી મૂકે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો.તંત્રને વિક્રમ સોનારીની મેલી મુરાદની ખબર પડતા તુરંત જ હુકમ કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો.ખંઢેરીમાં આવેલી રેવન્યુ સર્વે નં. 110ની જમીન કે જેમાં પુત્રને જમીન આપવા નોંધ થઈ હતી
Mustufa Lakdawala,Rajkot: વૃધ્ધ માતા-પિતાની સેવા કરવી એ દરેક સંતાનની નૈતિક ફરજ છે.પરંતુ અમુક કપુતો માતા-પિતાની સંપત્તિ હજમ કરી તેમને ઘરથી કાઢી મૂકે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો.સંપત્તિ ફરી વૃધ્ધ માતાને નામે કરી ઐતિહાસિક ચુકાદો ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકે બેસાડ્યો છે.
ખંઢેરી ગામે કાનાભાઈ આહિરનો પુત્ર વિક્રમ ગામમાં મકાન અને 5 એકરથી વધુ જમીન ધરાવે છે.આ જમીન તેની કમાણીની નહિ પણ માતાએ આપેલી છે. માતા રાઈબેન કાનાભાઈ સોનારા ઘણા વર્ષો પહેલા જ વિધવા થયા હતા અને સંતાનોને મોટા કરી પોતાની જવાબદારી નિભાવી હતી. પતિ છીનવ્યા બાદ મોટા પુત્રને પણ છીનવી લીધો હતો. આ કારણે નાનો પુત્ર હવે તેની સેવા કરશે તેવી આશાએ તેમના નામે રહેલી 5 એકરથી વધુની જમીનમાંથી હક જતો કરી પુત્રના નામે કરી હતી.
પુત્ર વિક્રમ સોનારાને જમીન મેળવ્યા બાદ પોત પ્રકાશ્યુ હતુ.સરખી રીતે બોલાવતો ન હતો અને વૃધ્ધાએ મોતિયાનુ ઓપરેશન કરવા પૈસા માંગ્યા તો તેની પણ ના પાડીદીધી હતી.અને છેલ્લે મકાન વેચી નાખવા માતાને ઘરેથી કાઢી મૂકી હતી. વૃધ્ધા પોતાની દિકરીઓના ઘરે જઈને દિવસો વિતાવતા હતા પણ તેમને ભરણ પોષણ અને કલ્યાણ કાયદાની સમજ અપાતા ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં અરજી કરી હતી.
પ્રાંત અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે,વિક્રમને બોલાવી માતાને સાચવવા સમજાવ્યો હતો અથવા તો ભરણ પોષણનુ કહ્યુ હતુ પણ કપૂત વિક્રમે એવુ કહ્યુ કે તે માતાને સાચવી શકે તેટલો સમક્ષ જ નથી! આખરે સુનાવણી ચાલુ થઈ પણ વિક્રમ સોનારા હાજર જ ન રહ્યો, વોરંટ કાઢવા પડ્યા હતા.
ત્યારે તંત્રને વિક્રમ સોનારીની મેલી મુરાદની ખબર પડતા તુરંત જ હુકમ કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો.ખંઢેરીમાં આવેલી રેવન્યુ સર્વે નં. 110ની જમીન કે જેમાં પુત્રને જમીન આપવા નોંધ થઈ હતી તે રદ કરીને ફરીથી જમીન વૃધ્ધાને નામે કરી હતી. અને વૃધ્ધાના નામનુ મકાન જે બારોબાર વેચી નખાયુ હતુ તે પણ ફરી વૃધ્ધાને રહેવા માટે આપવા અને મહિને 8000 રૂપિયા ભરણ પોષણ આપવાનો અને કલ્યાણ અધિનિયમ 2007ની કલમ 23 (1) મુજબ વૃધ્ધાને ઐતિહાસિક હુકમ ડેપ્યુટી કલેક્ટરે કર્યો છે.
બીજી તરફ પીડિત માતાના પુત્રનું પણ નિવેદન સામે આવ્યું હતું ,પુત્ર વિક્રમ સોનારાએ જણાવ્યું હતું કે, માતા અને પુત્રવધુ સાથે બોલા ચાલી થતા માતા ઘરેથી જતા રહ્યા હતા. મેં મારી માતાને રૂપિયા 7 લાખ ખાધા ખોરાકીના આપી દીધા છે. મારી માતાને રૂપિયા જ જોઈતા હતા. મારી ઉપર ત્રણથી ચાર વખત હુમલો પણ કરાવવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીને હુકમ સામે હું પણ કાયદાકીય લડત લડીશ.