Home /News /rajkot /Rajkot: ટ્રાફિક બ્રિગેડમાં નોકરી માટે ભરતીનું આયોજન, 9 પાસ ઉમેદવારો ભાગ લઇ શકશે!

Rajkot: ટ્રાફિક બ્રિગેડમાં નોકરી માટે ભરતીનું આયોજન, 9 પાસ ઉમેદવારો ભાગ લઇ શકશે!

પોલીસની ખાસ ડ્રાઇવ (Shutterstock તસવીર)

ભૂતકાળમાં છૂટા કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહીં. તેમજ પાસ થનાર ઉમેદવારોના ફોર્મ ગ્રાઉન્ડ પર જ ભરવામાં આવશે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન દ્વારા આવતીકાલે શુક્રવારે 30 સપ્ટેમ્બરના રોજ રેસકોર્સ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક બ્રિગેડની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળામાં ટ્રાફિક બ્રિગેડમાં 18થી 25 વર્ષ સુધીના ઉમેદવારો જોડાઇ શકશે. રાજકોટમાં રહેતા ઉમેદવારો ભાગ લઈ શકશે. માટે ધો.9માં પાસ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ સાથે અસલ પ્રમાણપત્રો, પોતાના રહેણાંક પૂરાવો તથા બે ફોટો સાથે રાખવાનારહેશે. ભૂતકાળમાં છૂટાકરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ ભરતી પ્રક્રિયામાં સામેલ થઈ શકશે નહીં.


    જાણો કોણ ભરતી મેળામાં ભાગ લઈ શકશે


    - ઉમેદવારની વય 18થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ


    - ઉમેદવારોનો અભ્યાસ 9 પાસ હોવો જોઈએ


    - મહિલા ઉમેદવારોની ઊંચાઈ 5 ફૂટ 2 ઈંચ હોવી જોઈએ


    - પુરૂષ ઉમેદવારોની ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ હોવી જોઈએ


    - મહિલા ઉમેદવારની રનિંગ 400 મીટર (2.5 મિનિટ) હોવી જોઈએ


    - પુરૂષ ઉમેદવારોની રનિંગ 800 મીટર (4 મિનિટ) હોવી જોઈએ


    - સપ્રમાણ વજન ધરાવતા શારીરિક રીતે સક્ષમ હોવા જોઈએ


    - રાજકોટ શહેરના રહીશ તેમજ જેમના વિરૂદ્ધ કોઈ ગુનો નોંધાયેલો હોવો જોઈએ


    ભરતીમેળામાં ભાગ લેનારે જાણી લે


    ભૂતકાળમાં છૂટા કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહીં. તેમજ પાસ થનાર ઉમેદવારોના ફોર્મ ગ્રાઉન્ડ પર ભરવામાં આવશે. જેથી ઈચ્છુક ઉમેદવારો પોતાની સાથે તમામ અલસ પ્રમાણપત્રો, પોતાના રહેણાંકનો પૂરાવો તથા સાથે બે ફોટોગ્રાફ રાખવાના રહેશે.

    First published:

    Tags: Job, ટ્રાફિક પોલીસ, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन