Home /News /rajkot /જેતપુર: વાડીમાંથી ઘઉં કાઢતાં સમયે દુર્ઘટના, મહિલાનું માથું થ્રેસરમાં આવી જતાં મોત
જેતપુર: વાડીમાંથી ઘઉં કાઢતાં સમયે દુર્ઘટના, મહિલાનું માથું થ્રેસરમાં આવી જતાં મોત
ખેતરમાં ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના બની હતી
ખેતરમાં મજૂરી કામ કરતાં લોકો માટે ચેતવણીરૂપ ઘટના. વાડીમાંથી ઘઉં કાઢતાં સમયે દુર્ઘટના, મહિલાનું માથું થ્રેસરમાં આવી જતાં મોત. દોઢ વર્ષના પુત્રે માતાની છત્રછાયા ગુમાવી
જેતપુર: જેતપુરના આરબ ટીંબડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં મજૂરી કામ કરતી મહિલાને અકસ્માત નડતાં મોત નિપજ્યું છે. મહિલાનું માથું થ્રેસરમાં આવી જતાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેમાં મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેતપુર પોલીસને જાણ થતાં મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાની સાડી સાથે માથું થ્રેસરમાં આવી જતાં અકસ્માત સર્જાયો
જેતપુરના આરબ ટીંબડી ગામમાં માથું થ્રેસરમાં આવી જતાં મહિલાનું મોત નિપજ્યું છે. આરબ ટીંબડી ગામના ખેડૂતની વાડીમાં ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં મજૂર મહિલાની સાડી સાથે માથું થ્રેસરમાં આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. મહિલાનું મોત થતાં દોઢ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના અંગે જેતપુર પોલીસને જાણ થતાં મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતમાં 22 વર્ષીય મજૂર મહિલા મમતાબેન માધુભાઈ ચૌહાણનું મોત નિપજ્યું હતું. જેના લીધે તેના દોઢ વર્ષના પુત્રે માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ અંગે જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ખેતરમાં મજૂરી કામ કરતાં લોકો માટે આ ઘટના ચેતવણીરૂપ છે. ખેતરમાં કામ કરતી વખતે કોઇપણ યંત્રથી સાવધાન રહેવાની જરૂર છે.