Home /News /rajkot /

રાજકોટ: ધૂમ સ્પીડે કારે બે યુવાનોને કચડી નાખ્યા, બંનેનાં મોત, જુઓ અકસ્માતના સીસીટીવી ફૂટેજ

રાજકોટ: ધૂમ સ્પીડે કારે બે યુવાનોને કચડી નાખ્યા, બંનેનાં મોત, જુઓ અકસ્માતના સીસીટીવી ફૂટેજ

અકસ્માત સીસીટીવી

Jetpur accident CCTV: જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને એક કાર ચાલકે કચડી નાખ્યા હતા. કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. ચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિઓને કચડી નાખ્યા હતા.

વધુ જુઓ ...
    રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર (Jetpur) ખાતે રવિવારે રાત્રે ફૂટપાથ પર બેઠેલા બે યુવાનોને કચડી નાખવાનો બનાવ બન્યો છે. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે યુવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેતપુરના નકલંક આશ્રમ રોડ (Naklank Ashram Road) ખાતે આ બનાવ બન્યો હતો. અકસ્માત બાદ પોલીસે કાર ચાલક યુવાનની ધરપકડ કરી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ (Jetpur accident CCTV footage) પણ સામે આવ્યા છે. બે બાઇક અને બે યુવાનોને ટક્કર માર્યા બાદ કાર બાજુના ખેતરમાં પલટી ગઈ હતી. પોતાના બાળકોને કાર ચલાવવા માટે આપી દેતા માતાપિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે પૂર ઝડપે કાર ચલાવવાને પગલે બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

    'ધૂમ' સ્પીડમાં હતી કાર


    પ્રાપ્ત વિગત પ્રમાણે જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને એક કાર ચાલકે કચડી નાખ્યા હતા. કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. ચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. કારની ઝડપ એટલી વધારે હતી કે અકસ્માત બાદ તે બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. બનાવમાં ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેના મોત થયા છે.

    સારવાર દરમિયાન બંને યુવાનોનાં મોત


    અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવાન નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ. 23) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ. 24)ને સવારવાર માટે જેતપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા. બંનેની હાલ ગંભીર હોવાથી બાદમાં બંનેને વધારે સારવાર માટે જૂનાગઢ હૉસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા.



    સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું હતું. આ દરમિયાન હાર્નીસ મેરને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યું થયું હતું. આ રીતે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનનાં મોત થયા છે.


    કારના ફૂરચા નીકળી ગયા


    અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. બનાવ બાદ રાત્રે લોકો એકઠા થયા હતા અને ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: અકસ્માત, રાજકોટ, હિટ એન્ડ રન

    આગામી સમાચાર