Home /News /rajkot /મગફળી કૌભાંડ: મગન ઝાલાવડિયાના ઘરે દરોડા, સોના-ચાંદી સહિતની વસ્તુઓ જપ્ત

મગફળી કૌભાંડ: મગન ઝાલાવડિયાના ઘરે દરોડા, સોના-ચાંદી સહિતની વસ્તુઓ જપ્ત

મગન ઝાલાવડિયાના ઘરે તપાસ કરી રહેલી પોલીસ

મગફળી કાંડમાં હવે ગુજરાત વેર હાઉસના એરિયા મેનેજર અને મગફળી કાંડના કથિત દોષિત એવા માનસિંગ વચ્ચેના સંવાદની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે.

હરિન માત્રાવાડિયા, રાજકોટ

તાજેતરમાં જેતપુરના પેઢલા ગામ ખાતે ગુજકોટના મગફળીના વેરહાઉસમાં બહાર આવેલી ગેરરીતિ અંગે તરઘડી સહકારી મંડળી પ્રમુખ તેમજ ગુજકોટ વેરહાઉસના મેનેજર મગન ઝાલાવડિયાના ઘરે પોલીસે દરોડા કર્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે બે હાર્ડડિસ્ક, રોકડ અને સોના ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા.

સોમવારે સાંજે સાડા ચાર વાગ્યે પોલીસ મગન ઝાલાવડિયાને લઈને તરઘડી ખાતે આવેલા તેના ઘરે પહોંચી હતી. બાદમાં પાંચ કલાક સુધી તેમના ઘરે સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ કેસમાં ઝાલાવડિયા હાલ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ દરોડા દરમિયાન મગન અપ્રમાણસર મિલકત ધરાવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. ઘર ઉપરાંત મગનની હોસ્પિટલ અને હોટલ પર પણ દરોડા કરવામાં આવ્યા હતા.

પોલીસને મગન ઝાલાવડિયાના ઘરમાંથી શું શું મળ્યું?

  • 147 ગ્રામ સોનુ

  • 300 ગ્રામ ચાંદી

  • 2 હાર્ડડિસ્ક

  • 31 હજાર રોકડ


આ કેસમાં મગન અને લાઠોદરાના માનસિંગ પોપટ નામના વ્યક્તિની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પોલીસે માનસિંગની પણ ધરપકડ કરી છે. માનસિંગ પોપટ લાખાણી માળિયા હાટિના તાલુકા પંચાયતનો સભ્ય છે.

તરઘડી ખાતે આવેલા મગન ઝાલાવડિયાના ઘરે તપાસ


ઓડિયો થયો વાયરલઃ

મગફળી કાંડમાં હવે ગુજરાત વેર હાઉસના એરિયા મેનેજર અને મગફળી કાંડના કથિત દોષિત એવા માનસિંગ વચ્ચેના સંવાદની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં મગન ઝાલાવાડિયા ગમે તેમ કરી ફરિયાદ રોકવા હવાતિયા મારતા જોવા મળી રહ્યા છે. પ્રસ્તુત છે મગન અને માનસિંગ વચ્ચેની વાતચીતના અંશો.

મગન ઝાલાવાડિયાઃ માનસિંગભાઇ સરકારમાંથી પ્રેસર ઘણું છે. તમે કોઇને કહીંને સરકારમાંથી ફોન કરાવી દો ને.
માનસિંગઃ અરે ટીવીમાં એવું આવે છે કે FIR થઇ ગઇ છે.
મગન ઝાલાવાડિયાઃ ના ભાઇ, FIR કરવાવાળો જ હું અહીં બેઠો છું નથી થઇ FIR.
માનસિંગઃ તમે કીધું કે તમે જલ્દી કિરીટભાઇને લઇને ભાગો.
મગન ઝાલાવાડિયાઃ માનસિંગભાઇ, મેં અત્યારે તો બહાનું કાઢી લીધું પરંતુ કાલ બપોર પછી બહાનું નહીં કાઢી શકું તમે કંઇક કરો.
માનસિંગઃ વાત બરોબર છે
મગન ઝાલાવાડિયાઃ જો તમારો સમાધાનનો મૂડ હોય તો કંઇક કરો હાલ તો મેં ઝાડા-ઉલ્ટીનું બહાનું કાઢીને વાત ટાળી છે. મને ગુજકોટમાંથી લેટર પણ આવી ગયો છે કે તમે જલદી ફરિયાદ નોંધાવો. તમે સરકારમાં કંઇક કરી પ્રેસર બનાવો જે હશે તે અમને બે દિવસ આપો રસ્તો કાઢી લેશું.
માનસિંગઃ હા કંઇક કરૂ.

પોલીસે દરોડા દરમિયાન રોકડ સહિતની વિવિધ વસ્તુઓ ઝપ્ત કરી છે.


મગન ઝાલાવાડિયાઃ તમે જયેશ રાદડિયા કે કૃષિમંત્રીને ફોન કરાવો. એમ કહી દો કે આ બધું ખોટું છે, પક્ષને છાંટા ઉડે છે સરકાર બદનામ થાય છે. એમ કરી બે દિવસમાં ફરિયાદ નથી નોંધાવી બાકી બે દિવસમાં આપણે કંઇક કરીએ છીએ.
મગન ઝાલાવડિયાઃ માસિંગભાઇ, આમા મેળ પડે તેમ નથી હું જેતપુર ફરિયાદ નોંધાવા જાવ છું.
માનસિંગઃ કેમ પતે તેમ નથી?
મગન ઝાલાવાડિયા: ના ભાઇ, હવે મેળ નહીં પડે. કલેકટર સાહેબનો ફોન હમણાં જ આવ્યો.
માનસિંગ: કલેકટર રાહુલ ગુપ્તાને કાંઇક કેવડાવીએ તો?
મગન ઝાલાવાડિયા: અરે ભાઇ, ક્યારનો તો કહું છું કે ઉપરથી વાત કરી કેવડાવો અને રાહુલ ગુપ્તા સાહેબ મ  ને કહે કે મગનભાઇ ઉભા રહી જાવ તો આપણી તો ઇચ્છાએ જ છે કે સમાધાનથી કામ પતી જાય. હું તમને સવારનો એ જ કહું છું તમે ગમેતેમ કરી પુરૂ કરાવો નહીંતર મુશ્કેલીમાં મૂકાશો.
માનસિંગઃ હા, હું કંઇક કરૂ છું હાલો.
મગન ઝાલાવાડિયાઃ મને કહો જલદી, હું રસ્તામાં છું તો એ પ્રમાણે આગળ ચાલુ.
First published:

Tags: Groundnut scam, Jetpur, રાજકોટ