Jayesh radadiya: રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણી હતી. ચેરમેન અને ચેરમેનની મુદત પૂર્ણ થતા આજ રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ મળી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના પ્રમુખ મનસુખ ખાચારીયાને મેન્ડેટ સાથે મોકલવામાં આવ્યા હતા.
રાજકોટ: રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણી હતી. ચેરમેન અને ચેરમેનની મુદત પૂર્ણ થતા આજ રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ મળી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના પ્રમુખ મનસુખ ખાચારીયાને મેન્ડેટ સાથે મોકલવામાં આવ્યા હતા. ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ચેરમેન તરીકે ફરી એક વખત જયેશ રાદડિયાને તેમજ ચેરમેન તરીકે ફરી એક વખત મગનભાઈ વડાવીયાને રીપીટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનને રીપીટ કરવામાં આવતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બંને હોદ્દેદારોના મોં મીઠા કરવામાં આવ્યા હતા.
વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીનો આભાર: રાદડિયા
મીડિયા સાથેની વાતચીતમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ચેરમેન તરીકે મને રીપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માટે હું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું. મારામાં ફરી વખત વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીનો આભાર માનું છું. પાર્ટી જે જવાબદારી અત્યાર સુધી આપી છે તે હું નિભાવ તો આવ્યો છું. 26 વર્ષની ઉંમરે પાર્ટી એ મને ટિકિટ આપી હતી તેમજ ત્યારબાદ સતત નવ વર્ષ સુધી મને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આગામી સમયમાં પણ પાર્ટી મને જે જવાબદારી આપશે તે જવાબદારી હું ચોક્કસપણે નિભાવીશ.’
ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજી વખત જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકના ચેરમેન બન્યા છે. જયેશ રાદડિયા પણ પોતાના પિતાના પગલે ચાલીને સહકાર ક્ષેત્રના સરતાજ બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી, રાજકોટ ડેરી સહિતની ચૂંટણીમાં રાદડિયાનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં રાજકોટ જિલ્લા બેંક સહિત સાત જેટલી સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે સાધારણ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા.
જયેશ રાદડિયાએ બેંકના સભ્યોને 12% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તો સાથોસાથ છેલ્લા એક વર્ષમાં બેંકે કયા પ્રકારની કામગીરી કરી છે તેની વિગતવાર માહિતી પણ આપી હતી. રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણી હતી. ચેરમેન અને ચેરમેનની મુદત પૂર્ણ થતા આજ રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ મળી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના પ્રમુખ મનસુખ ખાચારીયાને મેન્ડેટ સાથે મોકલવામાં આવ્યા હતા.