Home /News /rajkot /રાજકોટ : 70 વર્ષના ગોબર બાપાએ ભાગિયાની પત્ની પાસે બિભત્સ માંગણી કરી, મોઢે ડૂમો દઈ કરી હત્યા

રાજકોટ : 70 વર્ષના ગોબર બાપાએ ભાગિયાની પત્ની પાસે બિભત્સ માંગણી કરી, મોઢે ડૂમો દઈ કરી હત્યા

પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર વૃદ્ધ ખેડૂતની હત્યા

વૃદ્ધ ભાભલાને વાસનાએ અપાવ્યું મોત! ભાગિયાએ થાંભલે બાંધીથી બાંધી મોઢે ડૂમો મારી હત્યા નીપજાવી, જઘન્ય ઘટનાનો કરૂણ અંજામ

જસદણના (Jasdan) વીરનગરમાં (Virnagar) 70 વર્ષીય વૃદ્ધની (Old Age farmer) સાડીથી થાંભલા સાથે મોઢામાં ડૂમો દઇ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં વૃદ્ધની હત્યા (Murder) થઇ હોવાનું ખૂલ્યું છે. સમગ્ર મામલે પોલીસ (Police) દ્વારા આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ કરવામાં આવી છે.  આ ચકચારી હત્યામાં મૃતક ગોબરબાપા ઉર્ફે શંકરભાઈ પોપટ ભાઈ વેકરિયાએ બિભત્સ માંગણી કરી હોવાનો ખળભળાટ મચાવતો દાવો કરવામાં આવ્યો છે જેના કારણે તેમની હત્યા તેમના જ ભાગિયાએ નીપજાવી નાખી છે. ભાભાલાએ આ માંગણી ભાગિયાની પત્ની પાસે કરી હોવાના અહેવાલોથી સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ ચકચારી બનાવની વિગતો એવી છે કે  જસદણના વિરનગરમાં ગોબરભાઇ ઉર્ફે શંકરભાઈ પોપટભાઈ વેકરિયા ની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના ભાઇ ગિરધરભાઈ ઉર્ફે ગીધાભાઈ પોપટભાઈ વેકરિયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ સૌપ્રથમ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વલસાડ : ગૌતસ્કરીનો Live Video વાયરલ, તસ્કરો સ્કોર્પિયોમાં ક્રૂરતા પૂર્વક ગાયને ભરી ફરાર

પ્રાપ્ત માહિતી અનુસાર 70 વર્ષીય વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયા દ્વારા પોતાની જમીન ખેડવા માટે પ્રતાપભાઈ ઉર્ફે સંજય ભાઈ પ્રવીણ વેરશીભાઈ ચારોલીયા ને રાખવામાં આવ્યા હતા. ત્યારે થોડા સમય પૂર્વે સંજય તેની પત્ની અને તેની માતાને વીરનગર વાડીએ રહેવા માટે લાવ્યો હતો.

સંજયની પત્ની પાસે મૃતક શંકરભાઈએ બીભત્સ માગણી કરતા સંજયને આ બાબતનું હાડોહાડ લાગી આવ્યું હતું. તો સાથે જ સમાજમાં બદનામી થશે અને પોતે સમાજમાં મોઢું બતાવવા જેવો નહીં રહે તેમ વિચારી તેણે શંકરભાઈ ની હત્યા કરવાનો નિર્ધાર કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : કુરદરતની ક્રૂર થપાટ! પત્નીના આપાઘાતના 21 દિવસ બાદ દુ:ખી પતિનું પણ મોત, બાળક બન્યું નોધારું

જે અંતર્ગત તેણે પોતાની પત્ની અને માતા સૂઈ જતા શંકરભાઈ જે ઝૂંપડામાં સુતા હતા ત્યાં જઈ સૌપ્રથમ તેમના મોઢે ડૂમો આપી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ સંજયે કોઈ ચોરી કરવા માટે આવ્યો હોય અને તેણે હત્યા કરી જતો રહ્યો હોય તેમ દેખાડવા માટે ચોપડામાં તમામ સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો અને ત્યારબાદ પોતાના ઘરે જઈ સૂઈ ગયો હતો.

આ પણ વાંચો : સુરત : 4 સંતાનોની માતાને પતિએ શાકભાજીના ફેરિયા સાથે ઝડપી પાડી, પ્રેમી ચુંબન કરવા ગયોને પકડાયો!

સવારે ઉઠ્યા બાદ સંજયે પોતે જ આ હત્યા અંગે શંકરભાઇના ભાઈ વિનુભાઈ ને તેમજ આટકોટ પોલીસમાં જાણ કરી હતી. પોલીસ સમક્ષ સંજય કબૂલ્યું છે કે તેણે બંને પગ શંકરભાઈ ના સાડી વડે બાંધી દીધા હતા. ત્યારબાદ મોઢા ઉપર ડૂમો આપી તેમની હત્યા નીપજાવી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Gobar Vekariya Murder, Gujarati news, Jasdan, Jasdan virnagar Murder, ગુનો, રાજકોટ