Home /News /rajkot /Train Time Update: જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરાઈ, એક કલાક મોડી ચાલશે!

Train Time Update: જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરાઈ, એક કલાક મોડી ચાલશે!

કાલે જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરાઈ

બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેક પર કામ ચાલી રહ્યું છે. જેના કારણે જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરવામાં આવી છે.કાલે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન ટ્રેન તેના સમય કરતા એક કલાક મોડી ચાલશે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ ડિવિઝનના બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તમને જણાવી દયે કે કાલથી એટલે કે 5 ફેબ્રુઆરી 2023ના રોજ જામનગરથી ઉપડતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેક પર કામ ચાલી રહ્યું છે. જેના કારણે જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરવામાં આવી છે.કાલે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન ટ્રેન તેના સમય કરતા એક કલાક મોડી ચાલશે.



    આ ટ્રેન જામનગરથી આવતી કાલે એટલે કે 05.02.2023ના રોજ તેના રેગ્યુલર સમય 20.00 કલાકના બદલે 1 કલાક મોડી એટલે કે 21.00 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે.જેથી તેમને કોઈ અગવડતા ન પડે.

    આ સાથે જ આ ટ્રેનના સંચાલન સંબંધિત નવા અપડેટ્સ માટે તમે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકો છો. જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.જો કે રેલવે ટ્રેક પર કામ ચાલી રહ્યું હોવાથી અન્ય ટ્રેનો પર પણ અસર જોવા મળી છે.
    First published:

    Tags: Local 18, Railways, રાજકોટ

    विज्ञापन