Home /News /rajkot /રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનપ્રતિનિધિ સંમેલનમાં જે.પી. નડ્ડાનું સંબોધન, કહ્યુ - સૌરાષ્ટ્ર સિંહ-સંતોની ભૂમિ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનપ્રતિનિધિ સંમેલનમાં જે.પી. નડ્ડાનું સંબોધન, કહ્યુ - સૌરાષ્ટ્ર સિંહ-સંતોની ભૂમિ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સંબોધન.

JP Nadda in Rajkot: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંબોધન કર્યુ હતુ. તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને સાથે જ કોરોના દરમિયાન ભાજપાએ કરેલી કામગીરી બિરદાવી હતી.

  રાજકોટઃ રેસકોર્સમાં જનપ્રતિનિધિ સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના મોટાભાગના નેતાઓ હાજર રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી પણ આ સંમેલનમાં પહોંચ્યા છે. તો વળી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આ સંમેલનમાં પહોંચ્યા છે.

  ભાજપને બહુમતી અપાવવા ગુજરાતીઓનો આભાર માન્યો


  તેમણે સંબોધનમાં કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્રમાં આવીને બહુ ખુશ છું. ગુજરાતની જનતાનો આભાર કે તેમણે ભાજપને બહુમતીથી જીતાડ્યું. અમે સતત પ્રજાની સેવા કરતા રહીશું. આપણે મનપાની ચૂંટણીઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જનતાના આશીર્વાદ અમને મળ્યાં છે.’

  આ પણ વાંચોઃ અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યુ - ખેડૂતોને પાયમાલ કર્યા

  નડ્ડાના વિપક્ષ પર આકરા પ્રહાર


  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ શાસનમાં દવાઓના 20થી 30 વર્ષ લાગતા હતા. ત્યારે મોદી સાહેબે માત્ર 9 જ મહિનામાં સ્વદેશી દવાઓ ઉપલબ્ધ કરાવી હતી. કોરોનામાં એકપણ રાજકીય પાર્ટી દેખાતી નહોતી. દરેક પાર્ટી માત્ર સોશિયલ મીડિયામાં જ જોવા મળતી હતી. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ કોરોનામાં ગ્રાઉન્ડ લેવલે જઈને લોકોની સેવા કરી છે. એટલું જ નહીં, વિપક્ષે કોરોના રસીકરણ ઉપર પણ રાજનીતિ કરી છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Bjp gujarat, BJP News, J P Nadda

  विज्ञापन
  विज्ञापन