Home /News /rajkot /Rajkot: આ ગરીબ બાળકોએ પહેલીવાર જોયો મોલ, કેવું હતું રિએક્શન, જુઓ VIDEO

Rajkot: આ ગરીબ બાળકોએ પહેલીવાર જોયો મોલ, કેવું હતું રિએક્શન, જુઓ VIDEO

X
એક

એક NGOએ બાળકોને જુના કપડા આપવાના બદલે મોલ લઈ જઈ શોપિંગ કરાવી

રાજકોટના એક એવી સંસ્થા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે તે તમને ગરીબ બાળકોની મદદ કરવા માટેતેમને જુના કપડા નહીં પણ મોલમાંથી નવા કપડા અપાવીને તેની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

  Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે દાન કરવું એ સૌથી મોટુ પુણ્ય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું કે આપણેજે પણ કમાણી કરીએ તેમાંથી થોડોક ભાગ દાન કરવો જોઈએ.પણ આજની બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે લોકોના ખર્ચા એટલા વધી ગયા છે કે પોતાની કમાણી પણ ટુંકી પડે છે. ત્યારે આજે અમે રાજકોટના એક એવી સંસ્થા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે તે તમને ગરીબ બાળકોની મદદ કરવા માટેતેમને જુના કપડા નહીં પણ મોલમાંથી નવા કપડા અપાવીને તેની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

  રાજકોટના NGOના કાર્યકર્તા ઋષિભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા 3-4 દિવસથી અમે વિચારતા હતા કે ગરીબ બાળકોનેજુના કપડા તો બધા આપતા જ હોય છે. આ સાથે જ તેઓ પણ જુના કપડા શનિવારીમાંથી લાવીને પહેરતા હોય છે. જેથી કંઈકઅમારે અલગ કરવું હતું. જેથી અમે બાળકોને લઈને મોલમાં ગયા હતા.

  વધુમાં ઋષિભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અમે 25-30 છોકરાઓને લઈને મોલમાં ગયા હતા. જ્યાં તેમને જેવા ગમે તેવા કપડા લઈ આપ્યા હતા. જેથી બાળકો ખુશ થઈ ગયા હતા. આ સાથે જ અમે મોલમાં આવેલા ફુડ મોલમાં પણ લઈ ગયા હતા. જે બાળકો તેનો ભાવતો નાસ્તો કર્યો હતો.

  બીજી તરફ બાળકોને ત્યાં અમે એવુ પણ શીખવ્યું હતું કે કેવી રીતે મોલમાં જાય ત્યારે એસ્કેલેટર ચડવું અને કેવી ઉતરવું. આ સાથે જ મોલમાં તેમને અલગ અલગ વસ્તુઓ દેખાડી હતી જેથી કરીને તેને સમજમાં આવે કે મોલમાં કઈ રીતે જવાઈ.ત્યાં  શું મળે અને તેને કેવી રીતે ખરીદાય.

  આ બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળી રહી હતી. તે ખુશીનો કોઈ પાર ન હતો. આ બાળકોને મોલમાં ખુબ જ મજા આવી હતી.કારણ કે બાળકોને ચહેરા એટલા ખુશ હતા.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Local 18, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन